દીવ નજીક નાળિયા માંડવી પાસે સિંહનું જલપાન:જંગલથી દરિયાકિનારા સુધી સિંહોનો વિસ્તાર વધ્યો, રાહદારીઓએ દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા
ઉના તાલુકાના નાળિયા માંડવી ગામ નજીક, જે દીવથી માત્ર 4 કિલોમીટર દૂર છે, ત્યાં રાત્રિના 9 વાગ્યાની આસપાસ એક સિંહ પાણીના કુંડમાં જલપાન કરતો જોવા મળ્યો હતો. આ દ્રશ્યો ત્યાંથી પસાર થતા રાહદારીઓ અને પ્રવાસીઓએ પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા. ઉના પંથક જંગલ અને દરિયાકાંઠાની વચ્ચે આવેલો હોવાથી સિંહો જંગલથી દૂર દરિયાકિનારા નજીક પોતાનો વિસ્તાર વધારી રહ્યા છે. આ સિંહ પણ દીવના દરિયાકાંઠા સુધી પોતાનો વિસ્તાર લંબાવતો હોય તેમ અવારનવાર જોવા મળે છે. તાજેતરમાં છેલ્લા 15 દિવસમાં બીમારીના કારણે 12 જેટલા સિંહોના મોત થયા હતા. આવી પરિસ્થિતિમાં સિંહના જલપાનના આ દ્રશ્યો વન વિભાગ માટે રાહત સમાન છે. સિંહ પ્રેમીઓએ પણ આ દૃશ્યો નિહાળી હાશકારો અનુભવ્યો હતો.
Read Original Article →