તડ-ભાડસી નજીક બે બાઈક અથડાયા:જૂનાગઢના બે યુવાનને ગંભીર ઈજા, ઉના હોસ્પિટલે ખસેડાયા

Gujarat5/16/2026, 2:49:49 AM
તડ-ભાડસી નજીક બે બાઈક અથડાયા:જૂનાગઢના બે યુવાનને ગંભીર ઈજા, ઉના હોસ્પિટલે ખસેડાયા
ઉના તાલુકાના તડ અને ભાડસી ગામ નજીક મોડી રાત્રે બે બાઈક સામસામે અથડાયા હતા. આ અકસ્માતમાં જૂનાગઢના બે યુવાનો, નિકુંજભાઈ હરદાસભાઈ વઘાસીયા (ઉંમર 32) અને આશિષભાઈ વિનુભાઈ વડાલીયા (ઉંમર 38), ગંભીર રીતે ઘાયલ થયા હતા. બંને યુવાનો રોડ પર ફંગોળાઈ જતાં તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સ્થળે રાત્રિના સમયે લોકો એકઠા થઈ ગયા હતા. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરાતા, બંને ઘાયલ યુવાનોને ઉનાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ, જૂનાગઢના આ બંને યુવાનો દીવ તરફથી જૂનાગઢ જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા, પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →