તાલાલામાં ખનીજ વિભાગની બીકે ડમ્પર ચાલકે રેતી રોડ પર ઠાલવી:સાસણ હાઈવે પર ઘટના, ડમ્પર સીઝ કરી ₹25 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

Gujarat6/6/2026, 4:50:13 PM
તાલાલામાં ખનીજ વિભાગની બીકે ડમ્પર ચાલકે રેતી રોડ પર ઠાલવી:સાસણ હાઈવે પર ઘટના, ડમ્પર સીઝ કરી ₹25 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
તાલાલા: ગીર વિસ્તારમાં ખનીજ ચોરી રોકવા માટે ખાણ ખનીજ વિભાગની ટીમે આજે તાલાલા વિસ્તારમાં કાર્યવાહી કરી હતી. આ દરમિયાન ગેરકાયદેસર ઓવરલોડેડ રેતી ભરીને આવી રહેલા એક ડમ્પર ચાલકે વિભાગની ટીમની હાજરીની જાણ થતાં તાલાલા-સાસણ સ્ટેટ હાઈવે પર રેતી ઠાલવી દીધી હતી. ડમ્પર ચાલકે ગભરાઈને હાઈવેની વચ્ચોવચ રેતીના બે મોટા ઢગલા કરી દીધા હતા અને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ખાણ ખનીજ વિભાગના સ્ટાફને આ અંગે જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ડમ્પરને પકડી પાડ્યું હતું. વિભાગ દ્વારા ડમ્પરને તાલાલા પોલીસના હવાલે કરવામાં આવ્યું છે. ખાણ ખનીજ વિભાગે ડમ્પર અને રેતી સહિત આશરે ₹25 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો છે. તાલાલા સહિત ગીર વિસ્તારમાં મોટા પાયે ખનીજ ચોરી થઈ રહી છે. નદીઓ અને તળાવોના જળસ્તર ઘટવાને કારણે ખનીજ ચોરોને રેતી ચોરી માટે મોકળું મેદાન મળી ગયું છે. આ પરિસ્થિતિમાં સ્થાનિક વહીવટી તંત્રની નિષ્ક્રિયતા સામે સવાલો ઉઠી રહ્યા છે. ખનીજ ચોરી પર અંકુશ લગાવવા માટે કડક કાર્યવાહી કરવી અનિવાર્ય છે.
Read Original Article →