ગીરમાં 8 સાવજોના હરોળબદ્ધ કેટ વોકનો અદભૂત VIDEO:વાયરસના પ્રકોપ વચ્ચે તંદુરસ્ત, યુવાન સિંહો જોઈને પ્રવસીઓ આનંદમાં, સિંહ પ્રજાતિ પર વાયરસનું સંકટ ઘટ્યું
ગીર જંગલમાં આઠ યુવાન સાવજોનું હરોળબદ્ધ કેટ વોક પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સિંહ પ્રજાતિ પર છવાયેલા બેબેસિયા વાયરસના સંકટના વાદળો હળવા થઈ રહ્યા છે, ત્યારે આવા તંદુરસ્ત સાવજોના દ્રશ્યો રાહત આપનારા છે. સિંહ દર્શન માટે ગીર જંગલમાં ગયેલા પ્રવાસીઓએ ગીરના કેરંભા વિસ્તારથી આગળના જંગલમાં આ અદભૂત દ્રશ્યોને મનભરીને માણ્યા હતા. તેમણે પોતાની યાદગીરી રૂપે આ કેટ વોકને કેમેરામાં કંડાર્યું હતું. આ આઠ પાઠડા સાવજોની મસ્તીભરી ચાલનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ આઠ સાવજોનું જૂથ પોતાની નવી ટેરીટરી બનાવવા સક્ષમ બની ગયું હોય તેવી ઉંમરે પહોંચેલું છે. ગીર પંથકમાં સાવજોના આવા કેટ વોકને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ દ્રશ્યો સિંહ પ્રેમીઓ સાથે વનવિભાગને પણ રાહત આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં બેબેસિયા વાયરસની ઝપેટમાં આવવાથી આઠ સાવજોના મૃત્યુ થયા હતા. આ ઘટના બાદ વનવિભાગ મોટા સિંહ સમૂહો પર સતત નજર રાખી રહ્યું છે અને તેમના સ્વાસ્થ્યની દેખરેખ રાખી રહ્યું છે.
આ પણ વાંચો :
17માંથી 11 સિંહ જંગલમાં મુક્ત કરાયા:6 સારવાર હેઠળ, DCF વિકાસ યાદવે કહ્યું- હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં 3 દિવસ પહેલા જસાધાર એનિમલ કેર સેન્ટર પરથી 4 સિંહને જંગલમાં મુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે એક માદા અને બે સિંહબાળ હજુ સારવાર હેઠળ છે. તેવી જ રીતે, જામવાળા એનિમલ કેર સેન્ટર પરથી પણ 7 સિંહને જંગલમાં છોડી દેવામાં આવ્યા છે, જ્યારે બે નર અને એક સિંહબાળ સારવાર હેઠળ છે. આમ, કુલ 11 સિંહને મુક્ત કરાયા છે અને 6 સિંહ (2 નર, 1 માદા, 3 સિંહબાળ) સારવાર હેઠળ છે. (આ અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો) ગર્ભવતી સિંહણના મોત બાદ સ્થાનિક ફોરેસ્ટરની બદલી:ધારી ગીર પૂર્વ ડિવિઝનમાં બેદરકારીનો આરોપ અમરેલી જિલ્લાના ધારી ગીર પૂર્વ ડિવિઝનમાં ગર્ભવતી સિંહણના મોત બાદ સ્થાનિક ફોરેસ્ટર ચેતન ઘેવરિયાની બદલી કરવામાં આવી છે. વન વિભાગની બેદરકારીના કારણે સિંહણનું મોત થયું હોવાના પણ આરોપો લાગી રહ્યા છે. જે અંગે પણ તપાસના આદેશ અપાયા છે. સમગ્ર મામલે DCF વિકાસ યાદવના મોનિટરિંગ સામે સવાલો ઉઠ્યા છે. (આ સમગ્ર અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો)
Read Original Article →