મતદાન જાગૃતિનો સંદેશ:ગીર સોમનાથ જિલ્લાની શાળાઓમાં ચિત્રો, રંગોળીથી મતદાન જાગૃતિ સંદેશો આપ્યો
પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ રંગોળી-ચિત્રો દ્વારા મતદાન જાગૃતિનો સંદેશ આપ્યો હતોગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણી સંદર્ભે જિલ્લાના નાગરિકોમાં મતદાન અંગે જાગૃતી આવે એવા હેતુસર જિલ્લામાં વિવિધ સ્વીપ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત તાલાલા સહિત તમામ તાલુકાઓની પ્રાથમિક શાળામાં લોકોમાં મતદાન અંગે જાગૃતી વધે તે માટે વિદ્યાર્થીઓએ રંગોળી-ચિત્રો દ્વારા મતદાન જાગૃતિ કરી હતી. વિદ્યાર્થીઓએ પોતાની કલા પ્રતિભા દર્શાવતા ‘ચૂંટણી પર્વ-26 વોટ ફોર બેટર ઈન્ડિયા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકા’મારો મત, મારો અધિકાર’ જેવી વિવિધ રંગોળીઓમાં મતદાન જાગૃતિલક્ષી સંદેશાઓ બનાવવામાં આવ્યાં હતાં. બેનર્સના માધ્યમથી વિદ્યાર્થીઓએ ‘લોકશાહીના પર્વને ઉજવીએ લોકતંત્રનો ભાગ્ય વિધાતા જાગૃત મતદાતામતદાન અવશ્ય કરીએ’ જેવા લખાણો તેમજ વિદ્યાર્થિનીઓએ હાથમાં મહેંદી દ્વારા ‘મતદાન મારો અધિકાર હું મતદાન કરીશ જેવો મેસેજ આપ્યો હતો. આમ, નાગરિકો પોતાના અમૂલ્ય મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીના મહાપર્વમાં ભાગીદારી નોંધાવે તે માટે વિદ્યાર્થીઓ દ્વારા શાળા પરિસરમાં રંગોળી-ચિત્રો દ્વારા જાગૃત કરવામાં આવ્યા હતાં. તંત્રએ પણ જાગૃતિ અભિયાન શરૂ કર્યું'તું
લોકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ વધે તે માટે સોરઠ પંથકમાં પણ થોડા દિવસ પહેલા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પણ લોકો એ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
Read Original Article →