ગીર સોમનાથ પોલીસે બાળકોને ગુડ ટચ-બેડ ટચની સમજ આપી:વેરાવળની શાળામાં જાગૃતિ કાર્યક્રમ યોજાયો, સલામત ગુજરાતનું લક્ષ્ય સાર્થક

Gujarat4/5/2026, 6:39:57 AM
ગીર સોમનાથ પોલીસે બાળકોને ગુડ ટચ-બેડ ટચની સમજ આપી:વેરાવળની શાળામાં જાગૃતિ કાર્યક્રમ યોજાયો, સલામત ગુજરાતનું લક્ષ્ય સાર્થક
ગીર સોમનાથ પોલીસે વેરાવળની નાલંદા જ્ઞાન વિદ્યાલય શાળામાં 'ગુડ ટચ-બેડ ટચ' જાગૃતિ કાર્યક્રમ યોજ્યો. આ કાર્યક્રમમાં ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતી બાળકીઓને સુરક્ષા અને જાગૃતિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને ભયમુક્ત અને જાગૃત બનાવવાનો હતો. જુનાગઢ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાની સૂચનાથી 'સલામત ગુજરાત'ના લક્ષ્યને સાર્થક કરવા અને પ્રજા-પોલીસ વચ્ચે સુમેળ સાધવા આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગીર સોમનાથ પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ, વેરાવળ સિટી પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન. ગઢવી અને શી-ટીમના કર્મચારીઓ – એ.એસ.આઈ. ક્રિષ્નાબેન રઘુભાઈ, પો.કોન્સ. રેખાબેન રામભાઈ, પો.કોન્સ. હર્ષાબેન મેણસીભાઈ અને પો.કોન્સ. પરીતાબેન કનુભાઈ દ્વારા આ કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું. બાળકીઓને 'ગુડ ટચ-બેડ ટચ' વિશે સમજાવવામાં આવ્યું અને તેમને જાગૃત તથા સજાગ રહેવા, નિર્ભયપણે પગલાં લેવા અને તાત્કાલિક પોતાના માતા-પિતા, વાલી અથવા શિક્ષકોને જાણ કરવા અંગે માર્ગદર્શન અપાયું. આ ઉપરાંત, શાળાની બાળકીઓને સેલ્ફ-ડિફેન્સ વિશે પ્રાથમિક સમજ પણ આપવામાં આવી. પોલીસ વિભાગ દ્વારા 04/04/2026ના રોજ શાળાના શિક્ષકો માટે સેલ્ફ-ડિફેન્સ તાલીમનું આયોજન પણ કરવામાં આવશે.
Read Original Article →