વેરાવળમાં ગુરુવારે વીજ કાપ રહેશે:11 KV જાલેશ્વર ફીડરમાં પ્રી-મોન્સૂન મેન્ટેનન્સ કામગીરી થશે
વેરાવળ શહેર પેટા વિભાગીય કચેરી દ્વારા ગુરુવાર, 15 મે 2026 ના રોજ વીજ પુરવઠામાં કાપની જાહેરાત કરવામાં આવી છે. 11 કેવી જાલેશ્વર ફીડરમાં પ્રી-મોન્સૂન મેન્ટેનન્સ કામગીરીના કારણે સવારે 7 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. આનાથી રબારી વાડા, મફતિયા પરા, જાલેશ્વર, સંજય નગર, પ્રજાપતી સોસાયટી અને BSNL ક્વાટર્સ સહિતના વિસ્તારો પ્રભાવિત થશે. વીજ કંપનીએ જણાવ્યું છે કે સમારકામ પૂર્ણ થયા બાદ કોઈપણ પૂર્વ સૂચના વિના વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવશે. તમામ વીજ ગ્રાહકોને આ સમયગાળા દરમિયાન સહકાર આપવા અને જરૂરી નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે. આ ઉપરાંત, વેરાવળ શહેર પેટા વિભાગીય કચેરીના ઇમરજંસી ફોલ્ટ સેન્ટર નંબર 96876 33787 અને 02876 22210 છે. વીજ અકસ્માતોનું જોખમ ઘટાડવા માટે પરિવારના સભ્યોની સલામતી હેતુસર વીજ સ્થાપન પર યોગ્ય ક્ષમતાની ELCB (અર્થ લીકેજ સર્કિટ બ્રેકર) લગાવવાની પણ સલાહ આપવામાં આવી છે.
Read Original Article →