આવતીકાલે વેરાવળમાં વીજ પુરવઠો ખોરવાશે:પ્રી-મોન્સૂન મેન્ટેનન્સને કારણે નિર્ણય, 11 કેવી વિદ્યુત નગર ફીડરના વિસ્તારો પ્રભાવિત
વેરાવળ શહેર પેટા વિભાગીય કચેરી દ્વારા પ્રી-મોન્સૂન સમારકામ અને અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ કારણે ગુરુવાર, 09/04/2026 ના રોજ સવારે 09:00 થી બપોરના 04:00 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. આ વીજ કાપ 11 કેવી વિદ્યુત નગર ફીડર હેઠળ આવતા વિસ્તારોને અસર કરશે. જેમાં 60 ફૂટ રોડ, 66kV પાછળનો એરિયા, વિવેકાનંદ સોસાયટી, જાગૃતિ સોસાયટી, દેવ પાર્ક રોડ, સરદાર સોસાયટી, વાણંદ સોસાયટી, આરતી એપાર્ટમેન્ટ રોડ, ગોલારાણા, પંચવટી વિસ્તાર, ગીતાનગર -2, શ્રીપાલ સોસાયટી, હવેલી પાછળનો એરિયા, સમૃદ્ધ પાર્ક, મહિલા કોલેજ રોડ, ગંગાનગર રોડ, વૃજ રેસીડેન્સી, જાગનાથ નગર, શ્રી શ્રી પાર્ક, સાઈધામ સોસાયટી અને ગોકુલધામ સોસાયટીનો સમાવેશ થાય છે. સમારકામ પૂર્ણ થયા બાદ કોઈપણ પ્રકારની પૂર્વ જાણ કર્યા વિના વીજ પુરવઠો ફરીથી ચાલુ કરી દેવામાં આવશે. તમામ વીજ ગ્રાહકોને આની નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે. વેરાવળ શહેર પેટા વિભાગીય કચેરીના ઇમરજન્સી ફોલ્ટ સેન્ટર નંબર 96876 33787 અને 02876 22210 છે. વીજ અકસ્માતોનું જોખમ ઘટાડવા માટે, વીજ સ્થાપન પર યોગ્ય ક્ષમતાની ELCB (અર્થ લીકેજ સર્કિટ બ્રેકર) લગાવવી જરૂરી છે.
Read Original Article →