વેરાવળમાં આવતીકાલે વીજ પુરવઠો બંધ રહેશે:11 KV જૈન ફીડરમાં પ્રી-મોન્સૂન મેન્ટેનન્સને કારણે નિર્ણય
વેરાવળ શહેર પેટા વિભાગીય કચેરી દ્વારા 11 એપ્રિલ, 2026ના રોજ 11 KV જૈન ફીડરમાં પ્રી-મોન્સૂન મેન્ટેનન્સ કામગીરી હાથ ધરવામાં આવશે. આ કારણે શનિવારે સવારે 8:30 થી બપોરના 2:00 વાગ્યા સુધી વેરાવળના કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે. અસરગ્રસ્ત વિસ્તારોમાં ચાર ચોક, સુભાષ રોડ, જૈન હોસ્પિટલ રોડ, વખારિયા બજાર, લાબેલા રોડ, ઘાણી શેરી, જુના રબારી વાડા, બહારકોટ, જૂની મામલતદાર ઓફિસ, પાટણ દરવાજા અને જબાર ચોકનો સમાવેશ થાય છે. સમારકામ પૂર્ણ થયા બાદ કોઈપણ પૂર્વ સૂચના વિના વીજ પુરવઠો ફરીથી ચાલુ કરી દેવામાં આવશે. વીજ ગ્રાહકોને આની નોંધ લેવા જણાવાયું છે. વેરાવળ શહેર પેટા વિભાગીય કચેરીના ઇમરજન્સી ફોલ્ટ સેન્ટર નંબર 96876 33787 અને 02876 22210 છે. વીજ અકસ્માતોનું જોખમ ઘટાડવા માટે, પરિવારના સભ્યોની સલામતી સુનિશ્ચિત કરવા વીજ સ્થાપન પર યોગ્ય ક્ષમતાની ELCB (અર્થ લીકેજ સર્કિટ બ્રેકર) લગાવવી જરૂરી છે.
Read Original Article →