વેરાવળમાંથી પ્રોહિબિશન કેસનો ફરાર આરોપી ઝડપાયો:એલસીબી ટીમે હ્યુમન સોર્સીસની મદદથી પકડ્યો
ગીર સોમનાથ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા ફરાર આરોપીઓને પકડવા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ અંતર્ગત પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહીબીશન કેસના એક નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. જુનાગઢ રેન્જના ડી.આઈ.જી.પી. રાજેન્દ્રસિંહ ચુડાસમા અને જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ટીમે ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી હતી. એલ.સી.બી.ના ઇન્ચાર્જ પી.આઈ. એસ.વી. રાજપુતના નેતૃત્વ હેઠળ ટીમે વેરાવળ વિસ્તારમાં તપાસ શરૂ કરી હતી. હ્યુમન સોર્સીસની મદદથી, પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. 830/26 હેઠળ પ્રોહીબીશન એક્ટની કલમ 65(ઇ), 81 અને 92(2) મુજબ નોંધાયેલા ગુનામાં ફરાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે પકડેલા આરોપીની ઓળખ જીતેન્દ્ર ઉર્ફે જીતુ બાબુભાઈ સુતાર ખારવા (ઉંમર 54, રહે. વેરાવળ, ભાલકા વિસ્તાર, કામનાથ સોસાયટી પાસે) તરીકે થઈ છે. આરોપી વિરુદ્ધ કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસની આ સફળ કામગીરીથી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનશે તેવી લોકોમાં આશા જાગી છે.
Read Original Article →