વેરાવળ જલારામ મંદિરે આંબા મનોરથ ઉત્સવ ઉજવાયો:201 કિલો કેરીઓથી બાપાનો અદ્ભુત શણગાર કરાયો

Gujarat6/6/2026, 4:11:12 AM
વેરાવળ જલારામ મંદિરે આંબા મનોરથ ઉત્સવ ઉજવાયો:201 કિલો કેરીઓથી બાપાનો અદ્ભુત શણગાર કરાયો
વેરાવળના એસ.ટી. બસ સ્ટેન્ડ સામે આવેલા નવનિર્મિત જલારામ મંદિરે 'આંબા મનોરથ ઉત્સવ'ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ઉત્સવમાં પૂજ્ય જલારામ બાપા સમક્ષ કેરીઓનો અદ્ભુત શણગાર કરવામાં આવ્યો હતો. મંદિરના ગર્ભગૃહમાં જલારામ બાપાની મૂર્તિ સમક્ષ 201 કિલો કેરીઓનો વિશેષ શણગાર ગોઠવવામાં આવ્યો હતો. આ અનોખા દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા.મહોત્સવ દરમિયાન ભજન-કીર્તન અને સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું. બહેનો દ્વારા જલારામ બાપાના ગુણગાન સાથે પરંપરાગત રાસગરબા પણ રજૂ કરાયા હતા. સાંજે ઉપસ્થિત તમામ ભક્તો દ્વારા પૂજ્ય જલારામ બાપાની મહાઆરતી કરવામાં આવી હતી. આ દિવ્ય ઉત્સવમાં વેરાવળ શહેર ઉપરાંત ગીર સોમનાથ જિલ્લાના જલારામ બાપાના ભક્તોએ પરિવાર સાથે મહાપ્રસાદનો લાભ લીધો હતો.આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે શ્રી જલારામ મંદિર, ડાભોર રોડ ટ્રસ્ટી મંડળના સભ્યો સહિત જલારામ બાપાના ભક્તજનોએ જહેમત ઉઠાવી હતી. આ માહિતી કેવિન કાનાબાર દ્વારા પૂરી પાડવામાં આવી હતી.
Read Original Article →