વેરાવળ ડેપો કર્મચારીએ પરત કર્યું રૂ. 2 લાખનું મંગળસૂત્ર:સ્લીપર બસમાં મળેલું પર્સ માલિકને સોંપાતા મુસાફરે આભાર માન્યો

Gujarat4/7/2026, 5:56:46 AM
વેરાવળ ડેપો કર્મચારીએ પરત કર્યું રૂ. 2 લાખનું મંગળસૂત્ર:સ્લીપર બસમાં મળેલું પર્સ માલિકને સોંપાતા મુસાફરે આભાર માન્યો
વેરાવળ એસ.ટી. ડેપોના હેડ મિકેનિક ઉમેશભાઈ પરમારે એક મુસાફરનું ગુમ થયેલું કિંમતી પર્સ પરત કરીને ઈમાનદારીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ પર્સમાં આશરે રૂ. 2 લાખનું સોનાનું મંગળસૂત્ર અને અન્ય સામાન હતો. ગાંધીનગર-તાલાલા-વેરાવળ રૂટ પર દોડતી સ્લીપર બસ નંબર GJ-18-Z-8698 ની નિયમિત ચકાસણી દરમિયાન, હેડ મિકેનિક ઉમેશભાઈ પરમારને બસની 4-5 નંબરની સીટ પાસે એક લેડીઝ પર્સ મળ્યું હતું. પર્સમાં રહેલા મોબાઈલ ફોન પર કોલ આવતા, તેમણે તાત્કાલિક પર્સના માલિકનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ, સંબંધિત મુસાફરને વેરાવળ ડેપો પર બોલાવવામાં આવ્યા હતા. ડેપો મેનેજર ડી.આર. શામળાની હાજરીમાં, જરૂરી ઓળખ ચકાસણી કર્યા બાદ પર્સ મુસાફરને પરત સોંપવામાં આવ્યું હતું. પર્સમાં આશરે રૂ. 2 લાખનું સોનાનું મંગળસૂત્ર, એક મોબાઈલ ફોન, રૂ. 1000 રોકડ, ઘરની ચાવીઓ અને અન્ય મહત્વપૂર્ણ દસ્તાવેજો હતા. પોતાનો ગુમ થયેલો કિંમતી સામાન સુરક્ષિત રીતે પરત મળતા, મુસાફરે એસ.ટી. નિગમના કર્મચારીઓની ઈમાનદારી અને ફરજ પ્રત્યેની નિષ્ઠા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
Read Original Article →