સોમનાથના તોફાની દરિયામાં ત્રણ યુવકો ડૂબ્યા, બેનો બચાવ:એક ગુમ, મરીન પોલીસે બોટ મારફતે સર્ચ ઓપરેશન હાથ ધર્યું; ઉછળતા મોજાની મજા લેવા ગયા ને દુર્ઘટના બની

Gujarat5/22/2026, 10:42:36 AM
સોમનાથના તોફાની દરિયામાં ત્રણ યુવકો ડૂબ્યા, બેનો બચાવ:એક ગુમ, મરીન પોલીસે બોટ મારફતે સર્ચ ઓપરેશન હાથ ધર્યું; ઉછળતા મોજાની મજા લેવા ગયા ને દુર્ઘટના બની
યાત્રાધામ સોમનાથ મહાદેવ મંદિર નજીકના દરિયામાં મહારાષ્ટ્રના સોલાપુરથી દર્શનાર્થે આવેલા ત્રણ યુવકો ડૂબ્યા હતા. દરિયાના ઉછળતાં મોજાની મજા માણવા ઉતર્યા હતા, પરંતુ અચાનક ઊંચા મોજાની ઝપટમાં આવી જતાં ત્રણેય દરિયામાં ગરકાવ થયા હતા. જોકે, બે યુવકોનો બચાવ થયો છે. જ્યારે એક હજુ લાપતા છે. આ ઘટનાથી યાત્રાધામ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. અચાનક જોરદાર મોજાની લહેરે ત્રણેયને દરિયામાં ખેંચી લીધા પ્રાથમિક માહિતી મુજબ, મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના રહેવાસી ત્રણ યુવકો પરિવારજનો અને મિત્રો સાથે સોમનાથ મહાદેવના દર્શન માટે આવ્યા હતા. દર્શન કર્યા બાદ તેઓ દરિયા કિનારે ફરવા ગયા હતા. આ દરમિયાન, દરિયામાં ઉછળતા મોજાની મજા માણવા પાણી નજીક જતાં અચાનક જોરદાર મોજાની લહેરે તેમને ખેંચી લીધા હતા. આસપાસ હાજર લોકોમાં અફરાતફરી મચી ગઈ યુવકો દરિયામાં તણાઈ રહ્યા હોવાની બૂમાબૂમ થતાં આસપાસ હાજર લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક બચાવ પ્રયાસો શરૂ કર્યા હતા અને ઘટનાની જાણ પોલીસ તથા ફાયર વિભાગને કરવામાં આવી હતી. ઘટનાસ્થળે દોડી આવેલી ટીમોએ તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. દોરડાની મદદથી બે યુવકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. જોકે, એક યુવક હજુ સુધી લાપતા હોવાનું જાણવા મળી રહ્યું છે. દરિયામાં મોજા ઉછળતા હોવાથી બચાવ કામગીરીમાં મુશ્કેલી ઘટના બાદ સોમનાથ મરીન પોલીસ દ્વારા બોટ મારફતે દરિયામાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ફાયર વિભાગની ટીમ તેમજ સ્થાનિક તરવૈયાઓ પણ શોધખોળમાં જોડાયા છે. દરિયામાં મોજા ઉછળતા હોવાથી બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે. પોલીસ અધિકારી એમ.કે.વનારકાએ જણાવ્યું કે, આજ રોજ સોમનાથ દરિયા કિનારાએ ચોપાટી ઉપર ત્રણ લોકો ડૂબ્યાનો બનાવ બન્યો હતો. જેથી પ્રભાસ પાટણ સ્થાનિક પોલીસ, સ્થાનિક ઘોડેસવારો અને ફોટોગ્રાફરોની મદદથી બે લોકોને અમે સફળતાપૂર્વક બચાવી શક્યા છીએ. જોકે, એક યુવક હાલ મિસિંગ છે. જેને સ્થાનિક પોલીસ, ફાયરની ટીમ, માછીમારો સહિતનાઓની સાથે મળી એમની શોધખોળ હાથ ધરી છે. વધુમાં જણાવ્યું કે, આ ત્રણેય પ્રવાસીઓ આજે પ્રતિબંધિત દરિયા કિનારાએ નાહવા ગયા હતા અને ડૂબ્યા હતા. અમે વારંવાર લોકોને આ બાબતે જાગૃત કરીએ છીએ. સોમનાથ છે એ ધાર્મિક સ્થળ હોય અહીંયા બહારના પ્રવાસીઓ આવે છે, તેના માટે જાહેરનામા સંબંધી બોર્ડ પણ લગાવેલા છે. આમ છતાં પણ આ એક દુ:ખદ બનાવ બન્યો છે, જે બાબતે પોલીસ કાર્યવાહી કરી રહી છે. આ બન્ને યુવકોનો બચાવ થયો લાપતા યુવકનું નામ ઉનાળાની રજાઓમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ દરિયા કિનારે આવે છે આ ઘટનાએ યાત્રાધામ વિસ્તારમાં આવેલા પ્રવાસીઓ અને સ્થાનિકોમાં ચિંતા ફેલાવી છે. ઉનાળાની રજાઓ દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને યાત્રિકો સોમનાથના દરિયા કિનારે પહોંચતા હોય છે, ત્યારે દરિયામાં ઉતરતી વખતે સાવચેતી રાખવાની જરૂરિયાત ફરી એકવાર ઉજાગર થઈ છે. સ્થાનિક તંત્ર દ્વારા પણ દરિયાકાંઠે જોખમી વિસ્તારોમાં ન જવા સૂચના આપવામાં આવતી હોવા છતાં અનેક લોકો દરિયામાં ઊંડે સુધી જતા હોવાને કારણે આવી દુર્ઘટનાઓ સર્જાતી રહે છે. સોમનાથના દરિયામાં બે યુવક તણાયા, પ્રવાસીના કેમેરામાં કેદ થયા દિલધડક દૃશ્યો આજથી 9 મહિના પહેલા પણ સોમનાથના દરિયામાં બે યુવકો તણાયા હતા. જોકે, જોખમી દરિયામાં તણાઈ રહેલા બન્ને યાત્રિકને બચાવવામાં આવ્યા હતા. સ્થાનિક ફોટોગ્રાફરો અને ઘોડેસવારો દેવદૂત બનીને આવ્યા અને એક યુવકને ડૂબતો બચાવ્યો હતો. જ્યારે અન્ય યુવકને પોલીસની ટીમે સ્થાનિકોની મદદથી બચાવી લીધો હતો. (સંપૂર્ણ સમાચાર માટે ક્લિક કરો)
Read Original Article →