સોમનાથ પાર્કિંગમાં મળ્યું બેગ, ₹23,000 અને મોબાઈલ:ટ્રસ્ટના સ્ટાફે ઈમાનદારીથી અમદાવાદના યાત્રિકને પરત કર્યું

Gujarat4/4/2026, 9:10:11 AM
સોમનાથ પાર્કિંગમાં મળ્યું બેગ, ₹23,000 અને મોબાઈલ:ટ્રસ્ટના સ્ટાફે ઈમાનદારીથી અમદાવાદના યાત્રિકને પરત કર્યું
સોમનાથ મંદિરના પાર્કિંગ વિસ્તારમાં એક યાત્રિકનું બેગ મળી આવ્યું હતું, જેમાં રૂપિયા ૨૩,૦૦૦ રોકડા અને એક મોબાઇલ ફોન હતો. સોમનાથ ટ્રસ્ટના સ્ટાફે ઈમાનદારી દાખવી આ બેગ તેના મૂળ માલિકને પરત કર્યું છે. આ બેગ પ્રસાદી કાઉન્ટર પાસે મળી આવ્યું હતું. પ્રસાદી કાઉન્ટર પર ફરજ બજાવતા ક્લાર્ક કમલેશભાઈ ડોડીયા અને સિક્યુરિટી ગાર્ડ સરમણભાઈ રાઠોડે સતર્કતાપૂર્વક બેગને સુરક્ષિત રાખ્યું હતું. યોગ્ય તપાસ બાદ, આ બેગ અમદાવાદના એક યાત્રિકને સહીસલામત પરત કરવામાં આવ્યું હતું. બેગ પાછું મળતા યાત્રિકે બંને કર્મચારીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. કમલેશભાઈ ડોડીયા અને સરમણભાઈ રાઠોડની આ નિષ્ઠાપૂર્ણ અને ઈમાનદાર કામગીરીની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે. સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ પણ કર્મચારીઓના આ સરાહનીય કાર્ય બદલ તેમની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે આવા સકારાત્મક પ્રસંગો સમાજમાં વિશ્વાસ અને માનવતા વધારવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
Read Original Article →