સોમનાથ સોસાયટીમાં દોડતો દીપડો દેખાયો, વીડિયો વાઈરલ:કાર ચાલકે દીપડાની હિલચાલને મોબાઈલ કેમેરામાં કેદ કરી, સ્થાનિકો અને યાત્રિકોની સુરક્ષાની ચિંતા, પાંજરું મૂકવા માગ

Gujarat6/9/2026, 5:21:36 AM
સોમનાથ સોસાયટીમાં દોડતો દીપડો દેખાયો, વીડિયો વાઈરલ:કાર ચાલકે દીપડાની હિલચાલને મોબાઈલ કેમેરામાં કેદ કરી, સ્થાનિકો અને યાત્રિકોની સુરક્ષાની ચિંતા, પાંજરું મૂકવા માગ
પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મંદિર નજીક આવેલી સોમનાથ સોસાયટી વિસ્તારમાં દીપડો દેખાતા સ્થાનિક રહેવાસીઓમાં ફફડાટ ફેલાયો છે. સોમવારે રાત્રિના સમયે એક કાર ચાલકે સોસાયટી નજીકથી પસાર થઈ રહેલા દીપડાની હિલચાલને પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં સ્થાનિકો અને યાત્રિકોની સુરક્ષાને લઈને ચિંતા વધી છે. યાત્રાધામ વિસ્તાર વન્યજીવો માટે સંવેદનશીલ ભૌગોલિક દ્રષ્ટિએ સોમનાથ મંદિર અને તેની આસપાસનો વિસ્તાર વન્યજીવોની અવરજવર માટે સંવેદનશીલ મનાય છે. છેલ્લા કેટલાક સમયથી આસપાસના વિસ્તારોમાં દીપડાની હાજરી અંગે સ્થાનિકોમાં ચર્ચાઓ ચાલતી હતી, પરંતુ હવે રહેણાંક વિસ્તારમાં ખુલ્લેઆમ દીપડો દેખાતા લોકોની સુરક્ષા સામે સવાલો ઊભા થયા છે. સોમનાથ મંદિરે દરરોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. મંદિર નજીકના માર્ગો પર જ વન્યજીવની હાજરીથી કોઈ મોટી અનિચ્છનીય ઘટના ન બને તે માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ ઊઠી છે. વન વિભાગ પાસે પાંજરું ગોઠવવા માગ દીપડાના આંટાફેરાને પગલે સોસાયટીના લોકો રાત્રિના સમયે બહાર નીકળવામાં ભય અનુભવી રહ્યા છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધોની સુરક્ષા અંગે પરિવારો ચિંતિત છે. સ્થાનિક રહેવાસીઓએ વન વિભાગને રજૂઆત કરીને આ વિસ્તારમાં તાત્કાલિક નાઇટ પેટ્રોલિંગ વધારવા, ટ્રેપ કેમેરા ગોઠવવા અને પાંજું મૂકી દીપડાને પાંજરે પૂરવા માંગ કરી છે. લોકોને સાવચેત રહેવા અપીલ વન વિભાગ દ્વારા વાઈરલ વીડિયોના આધારે દીપડાના લોકેશનની માહિતી એકત્રિત કરી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હોવાના અહેવાલ છે. વન વિભાગે વન્યજીવની હિલચાલને જોતા સ્થાનિકોને રાત્રિ દરમિયાન બિનજરૂરી બહાર ન નીકળવા અને સાવચેતી રાખવા અપીલ કરી છે.
Read Original Article →