પ્રભાસ પાટણમાં દેશી પિસ્તોલ સાથે યુવક ઝડપાયો:પોલીસે જીવતા કાર્ટીસ, મોબાઈલ સહિત ₹32,700નો મુદ્દામાલ જપ્ત કર્યો

Gujarat5/25/2026, 11:09:42 AM
પ્રભાસ પાટણમાં દેશી પિસ્તોલ સાથે યુવક ઝડપાયો:પોલીસે જીવતા કાર્ટીસ, મોબાઈલ સહિત ₹32,700નો મુદ્દામાલ જપ્ત કર્યો
ગીર સોમનાથ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત કરવાના ભાગરૂપે પ્રભાસ પાટણ પોલીસે એક યુવકને ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપી લીધો છે. પોલીસે આરોપી પાસેથી દેશી પિસ્તોલ, મેગેઝીન, જીવતા કાર્ટીસ અને મોબાઈલ ફોન સહિત કુલ ₹32,700નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાતમીના આધારે સિમેન્ટ ત્રણ રસ્તા પાસેથી ધરપકડ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર (PI) ડી.બી. ગઢવીના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) એસ.જે. સોલંકી અને સર્વેલન્સ સ્ટાફ ગત રાત્રે પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે સફારી સર્કલ નજીક સિમેન્ટ ત્રણ રસ્તા પાસેથી એક શંકાસ્પદ યુવકને અટકાવીને તેની તલાશી લીધી હતી. ₹32,700નો મુદ્દામાલ જપ્ત 1 દેશી બનાવટની પિસ્તોલ 1 મેગેઝીન 7 જીવતા કાર્ટીસ 1 મોબાઈલ ફોન પોલીસ તપાસ દરમિયાન યુવક પાસેથી તમામ વસ્તુઓ મળીને કુલ ₹32,700નો મુદ્દામાલ પોલીસે ઘટનાસ્થળેથી કબ્જે કર્યો હતો. આરોપી ઉત્તર પ્રદેશનો રહેવાસી પકડાયેલા આરોપીની ઓળખ રમાંકાંત અનિલભાઈ ગુપ્તા (ઉંમર 29 વર્ષ, રહેવાસી: સેક્ટર-58, બિશનપુરા ગામ, ગૌતમ બુદ્ધનગર, નોઇડા, ઉત્તર પ્રદેશ) તરીકે થઈ છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપી પાસે આ હથિયાર રાખવા માટે કોઈ કાયદેસરનું લાયસન્સ કે પરવાનો ન હતો. આ મામલે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી આ ગેરકાયદેસર હથિયાર ક્યાંથી લાવ્યો હતો અને તેનો ઉપયોગ કયા ગુનાહિત હેતુ માટે કરવાનો હતો, તે દિશામાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
Read Original Article →