વેરાવળમાં 23 મેના રોજ વીજ પુરવઠો બંધ:PGVCL પ્રિ-મોન્સૂન કામગીરી અને વાયર બદલવાનું સમારકામ કરશે
વેરાવળ શહેરમાં 23 મેના રોજ સવારે 7:30 થી બપોરના 1:30 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. PGVCL દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી અને 11 કેવી સિટી ફીડરના વાયર બદલવાના સમારકામને કારણે આ વીજકાપ જાહેર કરાયો છે. આ વીજકાપને કારણે બસ સ્ટેન્ડ સામેનો વિસ્તાર, અંબાજી મંદિર રોડ, ખાદી ભંડાર પાસેનો વિસ્તાર, અમરદીપ હોસ્પિટલ, બંસીધર કોમ્પ્લેક્સ, ઘનશ્યામ પ્લોટ, નગરપાલિકા, સ્ટાર કોમ્પ્લેક્સ, કસ્તુરબા મહિલા મંડળ રોડ અને વિનાયક પ્લાઝા સહિતના વિસ્તારોમાં અસર થશે. વેરાવળની વિભાગીય પેટા કચેરીના નાયબ એન્જિનિયર ડી.ડી. ડોડિયાએ માહિતી આપી હતી કે સમારકામ પૂર્ણ થયા બાદ કોઈપણ પૂર્વ સૂચના વિના વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવશે. તેમણે અસરગ્રસ્ત વિસ્તારોના તમામ વીજ ગ્રાહકોને વીજ ઉપકરણોનો સાવચેતીપૂર્વક ઉપયોગ કરવા અપીલ કરી છે.
Read Original Article →