આજે રાષ્ટ્રીય વહાણવટા દિવસ:વેરાવળ બંદરેથી વર્ષ 1997 સુધી લાખો ટન માલ- સામાનની આયાત, નિકાસ થતી'તી
વેરાવળ બંદરે રવિવારે વહાણવટા દિવસની ઉજવણી કરવામાં આવશે.વેરાવળ બંદરે 1997સુધી લાખો ટન માલની આયાત નિકાસ થતી હતી.સમગ્ર ભારતના બંદરો 5 એપ્રિલે - રાષ્ટ્રીય વહાણવટા દિવસ ઉજવી રહ્યું છે ત્યારે ગીર સોમનાથના વેરાવળ બંદરે રાષ્ટ્રીય વહાણવટા દિવસની ઉજવણી કરાશે. જેમાં પોર્ટ ઓફિસર હિરેન સોંદરવાના હસ્તે મેરી ટાઈમ બોર્ડના ધ્વજનું ધ્વજવંદન કરાશે. જેમાં બંદર સુરક્ષા સ્ટાફ તથા ઓફિસ સ્ટાફ ઉપસ્થિત રહી ધ્વજને સલામી આપશે રાષ્ટ્રીય વહાણવટા દિવસની જાણકારી અપાશે. દરમિયાન સોમનાથના પીઢ અગ્રણી ભાસ્કર વૈદ્યના કહેવા મુજબ વેરાવળ બંદરનો એક સમયે સુવર્ણકાળ હતો અને લાખો ટન માલની આયાત નિકાસ થતી પરંતુ 1997પછી ઝાંખપ આવી અને , વેરાવળ બંદરે 2003 પછી તો વિદેશી સ્ટીમરો પણ આવી નથી. 1950ના દાયકામાં ખોળ, સિંગદાણા, કપાસ, ચોખા, તેલ, તેલીબીયા, તલ સહિતની પરંપરાગત જણસીઓનો નિકાસ અહીંથી થતો હતો. હોકાયંત્રના આધારે બંદરોની ઓળખ થતી
આજના જીપીએસ જેવા ઉપકરણો ન હતા. આકાશના તારા જોઈને કે હોકાયંત્રના સહારે મધદરિયાથી બંદરો પારખતા વેરાવળ બંદર હાલ માત્ર ફિશરીઝ બંદર છે. એક સમયે આયાત નિકાસથી એટલું ધમધમતું કે બંદર એરીયામાં રેલવેના વેગન ટ્રેક હતા જે આજે વરસોથી બીનઉપયોગી બનેલ છે. 2003 પછી વિદેશી સ્ટીમર નથી આવ્યું
2003 માં અહીં છેલ્લી વિદેશી સ્ટીમર આવી હતી ત્યાર બાદ કોઈ વહાણ કે સ્ટીમર વ્યાપારી પ્રવૃતિ માટે લાંગર્યા નથી. એક સમયે વેરાવળના દરિયામાં સઢવાળા વહાણો હતા જે દરિયામાં જતા હતા.
Read Original Article →