કોડીનારમાં ભાજપને મોટો ઝટકો:BJPના પૂર્વ સંસદીય સચિવ જેઠા સોલંકીએ કોંગ્રેસને સમર્થન આપ્યું; તા.પં. સદસ્ય સુનીલ રાઠોડના ભાજપને રામ રામ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે, ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં મોટા સમાચાર સામે આવ્યા છે. કોડીનાર તાલુકામાં ભારતીય જનતા પાર્ટીને મોટો ઝાટકો લાગ્યો છે. ભાજપના પૂર્વ સંસદીય સચિવ અને કદાવર નેતા જેઠા સોલંકી સહિતના પદાધિકારીઓએ કોંગ્રેસને સમર્થન જાહેર કરતાં સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. સિધાજની બેઠક બની 'ટર્નિંગ પોઈન્ટ' કોડીનારના સિધાજ ગામે યોજાયેલી કોંગ્રેસની એક મહત્વપૂર્ણ બેઠકમાં રાજકીય સમીકરણો રાતોરાત બદલાઈ ગયા હતા. આ બેઠકમાં પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ સંસદીય સચિવ જેઠા સોલંકીએ ખુલ્લેઆમ કોંગ્રેસને સમર્થન જાહેર કર્યું હતું. જેઠાભાઈએ મંચ પરથી હુંકાર કર્યો હતો કે, તેઓ આગામી ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોને વિજયી બનાવવા માટે પોતાની તમામ તાકાત લગાવી દેશે. વર્ષો સુધી ભાજપના પાયાના પથ્થર રહેલા નેતાનું આ પગલું ભાજપ માટે ચિંતાનો વિષય બન્યું છે. સુનીલ રાઠોડના 'રામ-રામ': ભાજપને ડબલ ઝાટકો માત્ર જેઠાભાઈ જ નહીં, પરંતુ ભાજપના સક્રિય નેતા અને હાલના તાલુકા પંચાયતના સદસ્ય સુનીલ રાઠોડે પણ ભાજપ સાથેના છેડા ફાડી નાખ્યા છે. સુનીલભાઈએ તેમના વિશાળ સમર્થક ગ્રુપ સાથે કોંગ્રેસમાં જોડાવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે, સુનીલભાઈ અગાઉ કારોબારી ચેરમેન જેવી મહત્વની જવાબદારીઓ સંભાળી ચૂક્યા છે, તેથી તેમનો પક્ષપલટો ભાજપના ગ્રામ્ય સંગઠનમાં મોટું ગાબડું પાડી શકે છે. કોંગ્રેસે ઉમેદવારોના નામ જાહેર કર્યા આ રાજકીય હલચલ વચ્ચે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પુંજાભાઈએ રણનીતિ સ્પષ્ટ કરતા ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે: ભાજપમાં આંતરિક અસંતોષની ચર્ચા રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે, ગીર સોમનાથ ભાજપમાં લાંબા સમયથી ચાલી રહેલો આંતરિક અસંતોષ હવે સપાટી પર આવ્યો છે. જૂના અને વફાદાર કાર્યકરોની અવગણના થતી હોવાના સૂર વચ્ચે આ પક્ષપલટો થયો હોવાનું મનાય છે. જેઠાભાઈ સોલંકીનો પ્રભાવ દલિત અને પછાત વર્ગના મતદારો પર વધુ હોવાથી, કોંગ્રેસને આનો સીધો ફાયદો થઈ શકે તેમ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં કોડીનારનો આ 'ખેલ' સમગ્ર ગીર સોમનાથ જિલ્લા માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. એક તરફ કોંગ્રેસ નવા જોશ સાથે મેદાનમાં આવી છે, તો બીજી તરફ ભાજપે પોતાનું સંગઠન વિખેરાતું બચાવવા માટે મથામણ કરવી પડશે. હવે જોવાનું એ રહેશે કે મતદારો આ પક્ષપલટાને કેવી રીતે સ્વીકારે છે. ------ આ પણ વાંચો માળિયા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ માટે ચિંતાજનક સ્થિતિ ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. તમામ રાજકીય પક્ષો પોતપોતાના મજબૂત ઉમેદવારો પસંદ કરવા માટે કવાયત કરી રહ્યા છે. આ દરમિયાન મોરબી જિલ્લામાં ભાજપ દ્વારા આયોજિત 'સેન્સ પ્રક્રિયા'માં એક આશ્ચર્યજનક અને અનેક સવાલો ઉભા કરે તેવી ઘટના સામે આવી છે. માળિયા મીયાણા નગરપાલિકાની 24 બેઠક માટે ભાજપમાંથી એક પણ નેતાએ દાવેદારી નોંધાવી નથી. સંપૂર્ણ અહેવાલ વાંચો…
Read Original Article →