વેરાવળ રેડ ક્રોસમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી:આરોગ્ય ભવન ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
5 જૂન, વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગીર સોમનાથ જિલ્લા શાખાના આરોગ્ય ભવન અને બ્લડ સેન્ટર, વેરાવળ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો પ્રારંભ સંસ્થાના ચેરમેન અતુલભાઈ કાનાબાર અને ચેરમેન એમિરેટ્સ કિરીટભાઈ ઉનડકટના હસ્તે વૃક્ષારોપણ દ્વારા થયો હતો. આ પ્રસંગે ઓન. સેક્રેટરી ગીરીશભાઈ ઠક્કર, ઓન. જોઈન્ટ સેક્રેટરી અનિસભાઈ રાચ્છ અને ઓન. ટ્રેઝરર સમીરભાઈ ચંદ્રાણીએ પણ વૃક્ષારોપણ કર્યું હતું. તેમણે સમાજને પર્યાવરણ સંરક્ષણ અને જાળવણી અંગેનો સંદેશ આપ્યો હતો. કાર્યક્રમમાં સંસ્થાના તમામ સ્ટાફ સભ્યો હાજર રહ્યા હતા. રેડ ક્રોસ આરોગ્ય ભવન અને બ્લડ બેંકના કમ્પાઉન્ડમાં આશરે 20 રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સ્ટાફ સભ્યો અને ફર્સ્ટ એડ ટ્રેનિંગ લેતા તાલીમઅર્થીઓને વૃક્ષોના જતન અને પર્યાવરણની સુરક્ષામાં તેના મહત્વ અંગે માહિતી આપવામાં આવી હતી. સૌએ વધુ વૃક્ષો વાવી પર્યાવરણને સ્વચ્છ અને હરિયાળું બનાવવામાં યોગદાન આપવા પ્રેરણા લીધી હતી. આ પ્રસંગે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા અને કુદરતી સંસાધનોના સંરક્ષણ માટે સંકલ્પ લેવામાં આવ્યો હતો.
Read Original Article →