વેરાવળમાં કૂવામાં દીપડો ખાબક્યો:વનવિભાગે દોરડું બાંધી ખાટલાના સહારે રેસ્ક્યૂ કરી જીવ બચાવ્યો, સારવાર માટે એનિમલ કેર સેન્ટર ખસેડ્યો

Gujarat5/28/2026, 8:50:43 AM
વેરાવળમાં કૂવામાં દીપડો ખાબક્યો:વનવિભાગે દોરડું બાંધી ખાટલાના સહારે રેસ્ક્યૂ કરી જીવ બચાવ્યો, સારવાર માટે એનિમલ કેર સેન્ટર ખસેડ્યો
ગીર સોમનાથ જિલ્લામાં વન વિભાગે એક દીપડાનો જીવ બચાવ્યો છે. વેરાવળ રેન્જ હેઠળના નવાપરા ગામે એક કૂવામાં દીપડો ખાબક્યો હતો. જેથી તે દીપડાનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. આ ઘટના વેરાવળ રાઉન્ડના ડારી નવાપરા બીટ વિસ્તારમાં આવેલા નવાપરા ગામે બની હતી. ખેડૂત માલાભાઈ ડોડીયાના કૂવામાં અંદાજે 0 થી 1 વર્ષનો નર દીપડો પડી ગયો હતો, જેની જાણ થતા જ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ખેડૂત માલાભાઈ ડોડીયાએ તાત્કાલિક વેરાવળ વન વિભાગને આ અંગે જાણ કરી હતી. વન વિભાગે સ્થાનિકોની મદદથી બચાવ કામગીરી હાથ ધરી વેરાવળ રેન્જ ફોરેસ્ટ ઓફિસર યોગેશ કલસરિયાએ માહિતી આપતા જણાવ્યું કે, આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. વન વિભાગની ટીમે સ્થાનિક લોકોની મદદથી બચાવ કામગીરી હાથ ધરી હતી. દીપડાની પ્રાથમિક સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું દોરડું બાંધી ખાટલાના સહારે ખૂબ જ સાવચેતી અને કુશળતાપૂર્વક રેસ્ક્યૂ ઓપરેશન કરીને દીપડાને સુરક્ષિત રીતે કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. રેસ્ક્યૂ બાદ દીપડાની પ્રાથમિક સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમજ વધુ સારવાર અને દેખરેખ માટે તેને અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે, જ્યાં પશુચિકિત્સકોની ટીમ તેની સારવાર કરી રહી છે. સારવાર બાદ ફરીથી કુદરતી આવાસમાં મુક્ત કરાશે વન વિભાગના અધિકારીઓએ વધુમાં જણાવ્યું કે, હાલ દીપડાની સ્થિતિ સ્થિર છે. જરૂરી સારવાર બાદ તેને ફરીથી કુદરતી આવાસમાં મુક્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. વન વિભાગની આ તાત્કાલિક કામગીરીને સ્થાનિક લોકોએ બિરદાવી હતી. ગીર વિસ્તારમાં માનવ વસાહતો નજીક વન્યપ્રાણીઓ આવી ચઢવાની ઘટનાઓ વધી રહી છે. આવા સમયે લોકો વધુ સાવચેત રહે અને આવી કોઈ ઘટના બને તો તાત્કાલિક વન વિભાગને જાણ કરે તેવી અપીલ પણ કરવામાં આવી છે. ઉમરપાડાના આમલીડાબડા ગામે દીપડો પાંજરે પુરાયો સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના આમલીડાબડા ગામમાં છેલ્લા ઘણા સમયથી આતંક મચાવનાર દીપડો આખરે વનવિભાગ દ્વારા ગોઠવવામાં આવેલા પાંજરામાં કેદ થઈ ગયો છે. આ દીપડાના પકડાવાથી ગ્રામજનો અને વનવિભાગે રાહતનો શ્વાસ લીધો છે. આમલીડાબડા ગામમાં એક ઘર નજીક બાંધેલી ગાય પર દીપડાએ હુમલો કરી તેનું મારણ કર્યું હતું. વસ્તીવાળા વિસ્તારમાં થયેલા આ હુમલાને કારણે ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો. (સંપૂર્ણ સમાચાર માટે ક્લિક કરો) ઉમરાળાના પરવાળા ગામે દીપડો કૂવામાં ખાબક્યો આજથી બે મહિના પહેલા ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના પરવાળા ગામે એક દીપડો કૂવામાં ખાબક્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ ઉમરાળા ફોરેસ્ટ વિભાગનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. (સંપૂર્ણ સમાચાર માટે ક્લિક કરો)
Read Original Article →