ગીર સોમનાથ પોલીસે વૃદ્ધ મહિલાના ગુમ દાગીના પરત કર્યા.:'તેરા તુજકો અર્પણ' હેઠળ LCBએ રોકડ પણ શોધી આપી
ગીર સોમનાથ પોલીસે "તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ હેઠળ વેરાવળની એક વૃદ્ધ મહિલાના ગુમ થયેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ શોધી કાઢી પરત કર્યા છે. આ પ્રજાલક્ષી કામગીરી બદલ પોલીસની વ્યાપક પ્રશંસા થઈ રહી છે. વેરાવળની હરસિદ્ધિ સોસાયટીમાં રહેતા 75 વર્ષીય અનસુયાબેન કિશોરચંદ્ર જોષીના ઘરમાંથી સોનાનો હાર, ચેન, બુટ્ટીઓ, વીંટીઓ, સોનાના પાટલા, ચાંદીની વાટકી, સિક્કા અને રૂ. 14,448 રોકડ સહિતનો કિંમતી સામાન ગુમ થયો હતો. આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખી એલ.સી.બી.એ અલગ-અલગ ટીમો બનાવી માનવ અને ટેકનિકલ સ્રોતોના આધારે તપાસ શરૂ કરી. પોલીસની સઘન તપાસના પરિણામે ગુમ થયેલો તમામ મુદ્દામાલ શોધી કાઢવામાં આવ્યો અને અરજદાર મહિલાને પરત સોંપાયો. પોતાની કિંમતી સંપત્તિ પાછી મળતાં અનસુયાબેને ગીર સોમનાથ પોલીસ અને એલ.સી.બી. ટીમનો આભાર વ્યક્ત કર્યો, તેમજ તેમની પ્રજાલક્ષી કામગીરીને બિરદાવી.
Read Original Article →