ગૂગલ મેપના ભરોસે રહેતા શ્રદ્ધાળુંઓ સાવધાન!:સોમનાથનો માર્ગ ગૂગલમાં ખોટો, મોટા વાહનો નીકળી શકતા નથી
સોમનાથમાં દરરોજ યાત્રીકોની અવર જવર રહેતી હોય છે. પરંતુ ગુગલ મેપમાં નકશામાં માર્ગ ખોટો દર્શાવવામાં આવ્યો હોવાનો દાવો કરાયો છે. અને રજૂઆત પણ કરવામાં આવી છે. અને પોલીસે બોર્ડ પણ લગાવ્યા છે. ત્યારે જે યાત્રાળુઓ ગુગલમેપ ના લોકેશન પ્રમાણે મંદિરે પહોચવાનો પ્રયત્ન કરે છે ત્યારે ગુગલ મેપ માં શ્રી સોમનાથ મંદિરે જવા માટે નો રસ્તો પ્રભાસ પાટણ ના મેઇન ઝાંપા (શિવ પોલીસ ચોકી) થી મેઈન બજાર થઈ ને બતાવે છે . જેથી યાત્રાળુઓ આ મેપના લોકેશન પ્રમાણે તેમનું વાહન લઇ ચાલ્યા જતા પરંતુ આ વિસ્તારમાં લોકોની અવર જવર વધારે પ્રમાણમાં હોય તેમજ પ્રભાસ પાટણ ની મેઇન બજાર ખુબજ સાંકડી હોવાથી ફોર વ્હીલર પસાર કરવુ ખુબ અગવડતા વાળુ હોય જેથી આ લોકેશન ના માધ્યમ થી આવતા યાત્રાળુ ને વડલા પોલીસ ચોકી થી પરત ફરવુ પડતું જેના કારણે યાત્રાળુઓ ખુબજ પરેશાન થાય છે અને ટ્રાફીક ની સમસ્યા સર્જાતી તેમજ યાત્રાળુઓ શ્રી સોમનાથ મંદિર વિસ્તાર ની તથા સ્થાનિક તંત્ર ની એક ખરાબ છાપ લઈને જતાતેમજ આ વિસ્તાર માં લોકોનું અવર જવર વધારે પ્રમાણમાં હોય જેથી ટ્રાફીક ની સમસ્યા પણ ખુબ મોટા પ્રમાણમાં રહે છે. આ બાબત ની રજૂઆત સોમનાથ ના એડવોકેટ કમલેશભાઈ બામણીયા દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા આ રસ્તા ઉપર પોલીસ દ્વારા બોર્ડ લગાવી અને સોમનાથ નો રસ્તો આગળ છે જેથી હવે અજાણ્યા યાત્રીકો બજાર મા જવાને બદલે સીધા સોમનાથ પહોંચી જાય છે અને મુશ્કેલી દૂર થઈ છે.
Read Original Article →