ભાસ્કર વિશેષ:કોલેજીયન છાત્રોનું દરિયાકાંઠે વર્ષમાં 4 વખત સ્પોર્ટ્સ ફિશિંગ

Gujarat4/12/2026, 12:00:00 AM
ભાસ્કર વિશેષ:કોલેજીયન છાત્રોનું દરિયાકાંઠે વર્ષમાં 4 વખત સ્પોર્ટ્સ ફિશિંગ
ભૌગોલિક રીતે ગુજરાત 2100 કિમિના દરિયાથી આશીર્વાદિત છે.પરંતુ આ દરિયાકિનારે મનોરંજક પ્રવૃત્તિ ખૂબ જ મર્યાદિત છે. બીચનો આનંદ લેવા લોકો ગોવા સુધી જાય છે પરંતુ ગુજરાતમાં પણ રજાના દિવસોમાં માણી શકાય એવી પ્રવૃત્તિ છે સ્પોર્ટ્સ ફિશિંગ.જ્યારે વિદેશી લોકોને રજા માણવા માટે ફિશિંગ ટેકલ/રોડ (રીલ, રોડ અને લાઈન) જતા જોઈએ તો આપણા મનમાં પણ આવો શોખ વિકસાવવાનું મન થાય પરંતુ આ માટે ફિશિંગ ટેકલ ખૂબ જ મોંઘા હશે, એ કેવી રીતે વાપરવું, કઈ જગ્યાએ ફિશિંગ કરવા જવું જેવા અનેક પ્રશ્ન મનમાં થાય. પરંતુ એમનો ઉત્તર તદ્દન સરળ છે. જે ડૉ. કેતન ટાંક, પ્રોફેસર તરીકે ફિશરીઝ કોલજ, કામધેનુ યુનિવર્સિટી, વેરાવળમાં ફરજ બજાવે છે. તેઓ જણાવે છે કે, શરૂઆતમાં શીખવા માટે ફિશિંગ ટેકલ રૂ.1000 થી પણ ઓછા ભાવમાં ઓનલાઈન ઉપલબ્ધ છે તેમજ એમનો વપરાશ અતિ સરળ છે અને કોઈપણ દરિયાકિનારે તમે એમનો ઉપયોગ કરી શકો છો. આ પ્રવૃતિ માટે ફિશરીઝ કોલેજના વિદ્યાર્થીઓને લઈને તેઓ દર વર્ષે સ્પોર્ટ્સ ફિશિંગ માટે જાય છે.જે અનુભવ વિદ્યાર્થીઓ માટે તદ્દન નવો હોય છે. કઈ રીત આ ફિશીંગ થાય છે આ ફિશીંગ માટે તૈયારીના ભાગ રૂપે ફિશિંગ રોડ, રીલ, ફ્લોટ અને સિન્કર લગાડી ફિશિંગ ટેકલને ફિશિંગ ટેકનોલોજી લેબોરેટરીમાં તૈયાર કરાય છે.માછલી પકડવા માટે ચારો છે એ પણ વિધાર્થીઓ સાથે લઈ જાય છે.વિધાર્થીઓ વારંવાર લાઈન શૂટ (દરિયામાં ફેંકે છે) કરે છે અને રીલ વડે પાછી ખેંચે છે. સ્પોર્ટ્સ ફિશિંગ દરમ્યાન ખાસ કાળજી રાખે છે કે પગ લપસી ન જાય અને હુક પથ્થરમાં ફસાય ન જાય. પહેલી વાર ફિશિંગ ટેકલ લઈને વિદ્યાર્થી જ્યારે દરિયાકિનારે જાય છે ત્યારે તેને મનમાં કંઈક અલગ જ આનંદ થાય છે.
Read Original Article →