અનંત અંબાણીએ જન્મદિવસ પર સોમનાથ મંદિરમાં ₹5 કરોડનું દાન આપ્યું:ભોજનાલય માટે આપ્યું દાન, લાખો ભક્તોને મળશે નિઃશુલ્ક ભોજન

Gujarat4/9/2026, 2:57:49 PM
અનંત અંબાણીએ જન્મદિવસ પર સોમનાથ મંદિરમાં ₹5 કરોડનું દાન આપ્યું:ભોજનાલય માટે આપ્યું દાન, લાખો ભક્તોને મળશે નિઃશુલ્ક ભોજન
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના યુવા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત અંબાણીએ પોતાના જન્મદિવસ નિમિત્તે આસ્થા અને સેવાભાવનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના ચરણે ₹5 કરોડનું દાન શિવાર્પણ કરીને શ્રી સોમનાથ ટ્રસ્ટ સંચાલિત નિઃશુલ્ક ભોજનાલય માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. આ દાનથી આગામી એક વર્ષ સુધી સોમનાથ આવતા લાખો શ્રદ્ધાળુઓને નિઃશુલ્ક ભોજન પ્રસાદ મળી રહેશે. ભક્તોને સેવા આપવાનો આ પ્રકલ્પ સોમનાથ ટ્રસ્ટની સૌથી અગત્યની સેવાઓમાંનો એક છે, જેમાં દરરોજ મોટી સંખ્યામાં યાત્રિકોને ભોજન પૂરું પાડવામાં આવે છે. અનંત અંબાણીની સોમનાથ મહાદેવ પ્રત્યેની અતૂટ આસ્થા અગાઉ પણ દર્શાઈ ચૂકી છે. ચાલુ વર્ષના પ્રારંભે પણ તેમણે સોમનાથ મહાદેવના દર્શન-પૂજન સાથે ₹5 કરોડનું દાન અર્પણ કર્યું હતું. 09 એપ્રિલના રોજ પોતાના જન્મદિવસ પ્રસંગે ફરી એકવાર તેમણે ભક્તોની સેવા માટે આ માતબર રકમનું શિવાર્પણ કર્યું છે. આ યોગદાનનો મુખ્ય ઉદ્દેશ એ છે કે સોમનાથ આવતા કોઈપણ ભક્તને ભૂખ્યો ન રહેવા દેવાનો સંકલ્પ સાકાર થાય. શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા સંચાલિત ભોજનાલય સેવા યાત્રિકો માટે પાયાની સુવિધા બની રહી છે. જન્મદિવસ નિમિત્તે રિલાયન્સ પરિવાર દ્વારા સોમનાથ મહાદેવની ધ્વજા પૂજા તથા સાયમ વિશેષ શૃંગાર પૂજા સહિત ધાર્મિક વિધિઓ પણ ભક્તિભાવથી અર્પણ કરવામાં આવી હતી.
Read Original Article →