દવા ન આપવાના મામલે આરોગ્ય મંત્રીની કડક કાર્યવાહી:વિસનગરના જુનિયર ફાર્માસિસ્ટની કચ્છ બદલી, ખાતાકીય તપાસના આદેશ

Gujarat5/17/2026, 4:30:45 AM
દવા ન આપવાના મામલે આરોગ્ય મંત્રીની કડક કાર્યવાહી:વિસનગરના જુનિયર ફાર્માસિસ્ટની કચ્છ બદલી, ખાતાકીય તપાસના આદેશ
રાજ્યમાં દર્દી હિતને પ્રાથમિકતા આપતા આરોગ્ય વિભાગે વધુ એક કડક કાર્યવાહી હાથ ધરી છે. દવાનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવા છતાં દર્દીઓને દવા આપવામાં બેદરકારી દાખવવાના મામલે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ વિસનગરમાં ફરજ બજાવતા જુનિયર ફાર્માસિસ્ટ પ્રશાંત શ્રીમાળીની કચ્છ ખાતે બદલી કરવાનો તેમજ તેમની સામે ખાતાકીય તપાસ શરૂ કરવાની સૂચના આપી છે. તપાસમાં દવાનો જથ્થો હાજર મળ્યો આરોગ્ય મંત્રીના નિર્દેશ બાદ કરવામાં આવેલી તપાસમાં ગાંધીનગર ખાતે જરૂરી દવાઓનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ હોવાનું સામે આવ્યું હતું. તેમ છતાં દર્દીઓને સમયસર દવા ન મળ્યાની ફરિયાદોને ગંભીરતાથી લઈ આરોગ્ય વિભાગે જવાબદાર કર્મચારી સામે કાર્યવાહી શરૂ કરી છે. દર્દીઓના સ્વાસ્થ્ય સાથે બેદરકારી સહન નહીં કરાય: આરોગ્ય વિભાગ આરોગ્ય વિભાગે સ્પષ્ટ કર્યું છે કે, દર્દીઓના આરોગ્ય સાથે કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં. સરકારી હોસ્પિટલોમાં આવનારા દર્દીઓને સમયસર, ગુણવત્તાસભર અને સરળ આરોગ્ય સેવા મળે તે માટે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકાર દર્દીકેન્દ્રિત આરોગ્ય સેવાઓને વધુ અસરકારક બનાવવા માટે કડક વલણ અપનાવી રહી હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું છે.
Read Original Article →