રાજુ કરપડા પાસે 3.12 કરોડની સંપત્તિ:સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની મુળી બેઠકના ભાજપ ઉમેદવાર પર 6 પોલીસ કેસ ને 48 લાખનું દેવું

Gujarat4/12/2026, 10:24:32 AM
રાજુ કરપડા પાસે 3.12 કરોડની સંપત્તિ:સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની મુળી બેઠકના ભાજપ ઉમેદવાર પર 6 પોલીસ કેસ ને 48 લાખનું દેવું
AAP છોડીને ભાજપમાં જોડાયેલા રાજુ કરપડાને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની મુળી બેઠક પરથી ભાજપે ટિકિટ આપી છે. ઉમેદવારી ફોર્મ સાથે રજૂ કરાયેલા સોગંદનામામાં કરપડાએ પોતાના વિરુદ્ધ અનેક પોલીસ કેસોની નોંધ હોવાનો ખુલાસો કર્યો છે, જેને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા અને વિવાદ ઊભો થયો છે. સોગંદનામા મુજબ, રાજુ કરપડા પર 6 કેસ નોંધાયા છે. જેમાં મુળી, થાનગઢ, નીલમબાગ (ભાવનગર) અને પાળીયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસોમાં IPCની કલમ 323 (ઈજા પહોંચાડવી), 325 (ગંભીર ઈજા), 326 (હથિયાર વડે ગંભીર ઈજા), 114 (સહયોગી તરીકે હાજરી) તેમજ ગુજરાત પંચાયત અધિનિયમની કલમ 135 હેઠળના ગુનાઓનો સમાવેશ થાય છે. આ કેસોમાં કેટલીક સેશન્સ કોર્ટ સુધી ચાલી ચુકી છે અને કેટલાકમાં સજા તથા અપીલની પ્રક્રિયા પણ ચાલી રહી છે. પાર્ટી બદલ્યા બાદ જ ભાજપમાં ટિકિટની ચર્ચા રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, ચૂંટણી સમયે પક્ષો ‘વિનેબિલિટી’ (જીતવાની ક્ષમતા)ને પ્રાથમિકતા આપતા હોય છે, જેના કારણે ઉમેદવારના ક્રિમિનલ બેકગ્રાઉન્ડને અવગણવામાં આવે છે. ખાસ કરીને પાર્ટી બદલ્યા બાદ જ ઉમેદવારને ટિકિટ મળવી એ મુદ્દે પ્રશ્નો ઉઠી રહ્યા છે. શું પક્ષ બદલતાં જ ઈમેજ બદલાઈ જાય છે?. 'પાર્ટી પોતાના સિદ્ધાંતો સાથે સમજૂતી કરે છે' વિપક્ષે ભાજપ પર નિશાન સાધતાં આરોપ લગાવ્યો છે કે, ગુનાહિત પ્રકૃતિ ધરાવતા લોકોને ટિકિટ આપીને પાર્ટી પોતાના સિદ્ધાંતો સાથે સમજૂતી કરે છે. બીજી તરફ ભાજપના નેતાઓનો દાવો છે કે, કોર્ટમાં કેસ હોવો અને દોષિત સાબિત થવું એ બે અલગ બાબતો છે અને કાયદાકીય રીતે યોગ્ય ઉમેદવારને જ ટિકિટ આપવામાં આવી છે. ઉમેદવારની છબી કેટલું મહત્વ ધરાવે? ચૂંટણી પહેલા જ આ મુદ્દો ગરમાતા હવે મતદારોમાં પણ ચર્ચા શરૂ થઈ છે કે, વિકાસ અને નેતૃત્વ સામે ઉમેદવારની છબી કેટલું મહત્વ ધરાવે છે. સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીમાં આ મુદ્દો મતદાન પર કેટલો અસર કરશે તે જોવું રસપ્રદ રહેશે.
Read Original Article →