રાજ્ય કક્ષાના કન્સલ્ટેટિવ વર્કશોપનું આયોજન:સ્પીપા ખાતે કાર્યદક્ષ શાસન માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડિજિટલ લર્નિંગ પર મંથન

Gujarat4/5/2026, 8:43:41 AM
રાજ્ય કક્ષાના કન્સલ્ટેટિવ વર્કશોપનું આયોજન:સ્પીપા ખાતે કાર્યદક્ષ શાસન માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડિજિટલ લર્નિંગ પર મંથન
ગાંધીનગરના સેક્ટર-26 સ્થિત સરદાર પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (સ્પીપા) ખાતે ગુજરાત સરકારના વહીવટી સુધારણા અને તાલીમ પ્રભાગ દ્વારા એક મહત્વપૂર્ણ રાજ્ય કક્ષાના કન્સલ્ટેટિવ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘ઇન્સ્ટિટ્યુશનલાઇઝિંગ કેપેસિટી બિલ્ડીંગ: ફ્રોમ ટ્રેનિંગ ટુ પરફોર્મન્સ-લિંક્ડ ગવર્નન્સ’ વિષય પર આધારિત આ કાર્યશાળાનો પ્રારંભ અગ્ર સચિવ હારીત શુક્લા, સ્પીપાના નાયબ મહાનિદેશક ચંદ્રેશ કોટક અને નાયબ સચિવ રાજેન્દ્રસિંહ રાઠોડ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો હતો. પરંપરાગત તાલીમથી પરિણામલક્ષી વહીવટ તરફ ભારત સરકારના ‘મિશન કર્મયોગી’ અભિગમને વેગ આપવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલ આ વર્કશોપનો મુખ્ય હેતુ સરકારી કર્મચારીઓની તાલીમ પદ્ધતિમાં ક્રાંતિકારી ફેરફાર લાવવાનો છે. હવે તાલીમને માત્ર ઔપચારિકતાને બદલે કર્મચારીની ચોક્કસ ભૂમિકા અને જવાબદારીઓ મુજબ સક્ષમ બનાવવા પર ભાર મૂકવામાં આવશે. મે માસમાં મસૂરી ખાતે યોજાનાર રાષ્ટ્રીય સમિટની પૂર્વ તૈયારી રૂપે યોજાયેલા આ મંથનમાં વિવિધ વિભાગોના વરિષ્ઠ સચિવો અને વર્ગ-1 તથા 2ના અધિકારીઓએ વહીવટી માળખાને વધુ મજબૂત બનાવવા ચર્ચાઓ કરી હતી. AI અને ડિજિટલ લર્નિંગ પર વિશેષ ભાર વર્કશોપ દરમિયાન કુલ 8 અલગ-અલગ વર્કિંગ ગ્રુપ્સ દ્વારા તાલીમ સંસ્થાઓનું સુદ્રઢીકરણ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના ઉપયોગ જેવા આધુનિક મુદ્દાઓ પર ગહન વિચારણા કરવામાં આવી હતી. ખાસ કરીને iGOT અને eHRMS જેવા ડિજિટલ પ્લેટફોર્મ્સને વહીવટ સાથે સાંકળવા તથા સ્પીપાને ‘સેન્ટર ઓફ એક્સેલન્સ’ તરીકે વિકસાવવા પર ભાર મુકાયો હતો. આ ઉપરાંત, છેવાડાના માનવી સાથે જોડાયેલા આશા વર્કર, આંગણવાડી કાર્યકર, તલાટી અને પોલીસ કોન્સ્ટેબલ જેવા ફ્રન્ટલાઇન કર્મચારીઓને તેમની માતૃભાષા ગુજરાતીમાં ડિજિટલ માધ્યમથી તાલીમ આપવાનું વિઝન રજૂ કરાયું હતું. વિકસિત ભારત 2047 માટે બ્લુપ્રિન્ટ કાર્યક્રમના અંતે તૈયાર કરવામાં આવેલું ‘એક્શન મેટ્રિક્સ’ અને તજજ્ઞોના સૂચનોનો રિપોર્ટ કેપેસિટી બિલ્ડીંગ કમિશન (CBC) ને મોકલવામાં આવશે. આ સમગ્ર કવાયત ‘વિકસિત ભારત 2047’ ના લક્ષ્યાંકને હાંસલ કરવા અને ગુજરાતના વહીવટી માળખાને વધુ કાર્યદક્ષ તેમજ લોકભોગ્ય બનાવવા માટે એક મહત્વની બ્લુપ્રિન્ટ સાબિત થશે.
Read Original Article →