ગાંધીનગરમાં મોટાપાયે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીનો પર્દાફાશ:રણાસણમાં જમીનમાં દાટેલા 26 પીપડા ભરીને 5200 લિટર વોશ ઝડપાયો, બુટલેગર ફરાર
ગાંધીનગરના રણાસણ ગામની સીમમાં બળીયાદેવ મંદિરની નજીક મોટાપાયે ધમધમતી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીનો લોકલ ક્રાઈમ બ્રાંચે પર્દાફાશ કરીને જમીનમાં દાટેલા 26 પીપડામાં ભરેલો 5200 લિટર વોશનો જથ્થો ઝડપી પાડી ડભોડા પોલીસની પણ ઉંઘ ઉડાડી દઈ વોન્ટેડ બુટલેગર વિરુધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બુટલેગર મોટાપાયે દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચલાવતો
ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ કે.જે.રાઠોડની ટીમ ડભોડા પોલીસ મથકની હદ વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરી રહી હતી. એ દરમિયાન બાતમી મળી હતી કે, રણાસણ ગામની સીમમાં બુટલેગર જશવંત દિનેશભાઈ ઝાલાસ્થાનિક પોલીસનો ડર રાખ્યા વિના બિન્દાસ રીતે ઘરની બાજુમાં જ મોટાપાયે દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચલાવી રહ્યો છે. જમીનમાં દાટેલા 26 પીપડા ભરીને 5200 લિટર વોશ ઝડપાયો
જેના પગલે લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમી વાળી જગ્યાએ દરોડો પાડ્યો હતો. પરંતુ એલસીબી ત્રાટકે એ પહેલા જ બુટલેગર દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી રેઢિયાળ મુકીને નાસી છૂટયો હતો. બાદમાં પોલીસે તેના ઘરની બાજુમાં તપાસ કરતા બસ્સો બસ્સો લીટર વોશ ભરેલા 21 પતરાના પીપડા જમીનની અંદર દાટેલા મળી આવ્યા હતા. આ જોઈને જ એલસીબીને અંદાજો આવી ગયો હતો કે, આ દેશી દારૂની ભઠ્ઠી લાંબા સમયથી ધમધમતી રહેતી હોવી જોઈએ. કેમકે બહાર પણ પાંચ પ્લાસ્ટિકના પીપ ભરીને વોશ રાખેલો હતો. લોખંડના સળિયાથી પાઇપ તોડી નાખીને જથ્થો બહાર કઢાયો
આ તમામ 26 પીપમાં તપાસ કરતા 1.30 લાખની કિંમતનો 5200 લીટર દેશી દારૂ ગાળવાનો વોશ ભરેલો મળી આવ્યો હતો. જોકે વિપુલમાત્રમાં વોશનો જથ્થો ભરેલા પાઇપ જમીનમાં દાટેલા હોવાથી સરળતાથી નીકળે તેમ ન્હોતા. જેથી કરીને પોલીસે લોખંડના સળિયા વડે તમામ પાઇપ તોડી નાખી તેમાં રહેલા વોશનો જથ્થો નાશ કરી વોન્ટેડ બુટલેગર વિરુધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →