ગાંધીનગરના આઇકોનિક રોડ પર ગમખ્વાર અકસ્માત, પૂરપાટ દોડતી કારનો કચ્ચરઘાણ:અમદાવાદના નબીરાઓનું PDPU રોડ જોખમી ડ્રાઈવિંગ, કાર ફેન્સિંગ તોડી પિલરે અથડાઈ, મોટી જાનહાનિ ટળી

Gujarat5/13/2026, 3:51:03 PM
ગાંધીનગરના આઇકોનિક રોડ પર ગમખ્વાર અકસ્માત, પૂરપાટ દોડતી કારનો કચ્ચરઘાણ:અમદાવાદના નબીરાઓનું PDPU રોડ જોખમી ડ્રાઈવિંગ, કાર ફેન્સિંગ તોડી પિલરે અથડાઈ, મોટી જાનહાનિ ટળી
ગાંધીનગરના PDPU આઇકોનિક રોડ પર ઢળતી સાંજે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. અમદાવાદના બે નબીરાઓ પોતાની કારમાં બેફામ ડ્રાઇવિંગ કરી રહ્યા હતા. જે દરમિયાન કાર પર કાબૂ ગુમાવતા કાર રોડ સાઇડની ફેન્સિંગ તોડી સીધી પિલર સાથે જઈ અથડાઈને રોડ પર ફંગોળાઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો, પરંતુ સદનસીબે બંને યુવકોનો આબાદ બચાવ થયો છે. નબીરાઓએ પૂરપાટ ઝડપે ગાડી દોડાવી હતી પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલી ગેલેક્સી સોસાયટીમાં રહેતો હર્ષ ગોલાણી પોતાના મિત્ર પ્રિયમ ભાટિયા સાથે ગાંધીનગરના આઇકોનિક રોડ પર લટાર મારવા આવ્યો હતો. શહેરના આ પહોળા અને આકર્ષક રોડ પર રાત્રે ટ્રાફિક ઓછો હોવાનો ફાયદો ઉઠાવી આ નબીરાઓએ કારની ગતિ મર્યાદા ઓળંગી દીધી હતી. કાર રોડની રેલિંગ તોડી પિલર સાથે ધડાકાભેર અથડાઈ સ્થાનિક પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, અકસ્માત સમયે કારની સ્પીડ 100 કિલોમીટર પ્રતિ કલાકથી પણ વધુ હોઈ શકે છે. અતિશય ઝડપના કારણે હર્ષે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેને પગલે કાર રોડની સુરક્ષા રેલિંગ તોડી પિલર સાથે જોરદાર ધડાકાભેર અથડાઈ હતી. કારની એરબેગ્સ ખુલી જતા બંને યુવકોના જીવ બચ્યો આ અકસ્માત એટલો જોરદાર હતો કે કારના એરબેગ્સ ખુલી ગયા હતા. જેના કારણે બંને યુવકોના જીવ બચી ગયા હતા. જોકે આ ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આશ્ચર્યની વાત એ છે કે જ્યારે સ્થાનિકોએ ચાલક હર્ષ ગોલાણીની પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું કે તે ઘરે કહ્યા વગર જ કાર લઈને નીકળ્યો હતો અને તેના પિતાને આ બાબતે કોઈ જાણ નહોતી. ઇન્ફોસિટી પોલીસનો કાફલાએ સ્થળ પર પહોંચી ટ્રાફિક હળવો કર્યો વધુમાં, અકસ્માતની અફરાતફરીમાં યુવકનો મોબાઈલ પણ ગુમ થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાની જાણ થતા જ ઇન્ફોસિટી પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો છે. પોલીસે કારને હટાવી ટ્રાફિક હળવો કરવાની તજવીજ શરૂ કરી છે. આ ઘટનાએ ફરી એકવાર પાટનગરના રાજમાર્ગો પર નબીરાઓ દ્વારા કરવામાં આવતા ઓવરસ્પીડિંગ અને જોખમી ડ્રાઇવિંગના પ્રશ્નોને જીવંત કર્યા છે, જેના કારણે અન્ય નિર્દોષ વાહનચાલકોના જીવ પણ જોખમમાં મુકાઈ રહ્યા છે.
Read Original Article →