વન નેશન, વન ઈલેકશન, JPCના સભ્યોની આજે અંતિમ બેઠક:કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટકર્તા, વકીલ અને ગુજરાત બાર કાઉન્સિલ સાથે ચર્ચા કરશે

Gujarat5/21/2026, 2:30:00 AM
વન નેશન, વન ઈલેકશન, JPCના સભ્યોની આજે અંતિમ બેઠક:કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટકર્તા, વકીલ અને ગુજરાત બાર કાઉન્સિલ સાથે ચર્ચા કરશે
વન નેશન, વન ઈલેકશન મામલે રચાયેલી જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીએ અલગ અલગ રાજ્યોમાં જઈ રાજકીય પક્ષો અને અધિકારીઓ સાથે પરામર્શ શરૂ કર્યો છે. ત્રણ દિવસ JPCના સભ્યો ગુજરાતમાં છે. આજે એટલે કે ત્રીજા દિવસે કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટકર્તાઓ અને વિભાગો સાથે ચર્ચા કરશે. ત્યાર બાદ વરિષ્ઠ વકીલ અને ગુજરાત બાર કાઉન્સિલ સાથે ચર્ચા કરશે. આ ઉપરાંત મીડિયા સાથે ચર્ચા કર્યા બાદ 4 વાગ્યે કાર્યક્રમનું સમાપન કરવામાં આશે. ઉલ્લેખનીય છે કે, વન નેશન, વન ઈલેકશન માટે રચાયેલી જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીના અધ્યક્ષ તરીકે કાયદાવિદ પી.પી. ચૌધરી છે. તે સિવાય લોકસભાના 27 અને રાજ્યસભાના 12 સાંસદો મળીને કૂલ 39 સભ્યો છે. માહિતી અનુસાર, કાયદાવિદ પી.પી. ચૌધરીની અધ્યક્ષતામાં કાર્યરત JPCમાં કુલ 39 લોકસભા અને રાજ્યસભાના સાંસદો સામેલ છે. JPCના સભ્યોની રાજકીય પક્ષો સાથે બેઠક યોજાઈ હતી 20 મેના રોજ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, મંત્રીઓ અને ધારાસભ્યો, કોંગ્રેસ અને આપના નેતાઓ સાથે ચર્ચા કરી હતી. કોંગ્રેસે કહ્યું કે સત્તાનું કેન્દ્રિકરણ અને રાજ્યના અધિકારો સીમિત કરવાનો પ્રયાસ છે. જ્યારે આમ આદમી પાર્ટી પણ વિરોધ કર્યો હતો. અમૂલ સહિત વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે પણ ચર્ચા કરી અમૂલના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતાએ સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ની બેઠક બાદ જણાવ્યું હતું કે, વન નેશન વન ઈલેક્શન મુદ્દે યોજાયેલી બેઠકમાં અમૂલ સહિત વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. બેઠક દરમિયાન દેશમાં એકસાથે ચૂંટણી યોજાય તો તેના વહીવટી, આર્થિક અને સામાજિક ફાયદાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સહકારી અને પશુપાલન ક્ષેત્રને ગતિ મળશે: અમૂલના એમડી સહકારી ક્ષેત્ર સાથે લાખો પશુપાલકો જોડાયેલા છે અને અમૂલ હેઠળ 18 જિલ્લા સંઘ તેમજ 18 હજારથી વધુ દૂધ મંડળીઓ કાર્યરત છે, જ્યાં રોજ લાખો લિટર દૂધનું એકત્રીકરણ અને વિતરણ થાય છે. વારંવારની ચૂંટણીના કારણે થતી વહીવટી અસરને ઘટાડવા અને દૂધ તથા પશુપાલન સાથે જોડાયેલા કાર્યોને વધુ સુચારુ રીતે ચલાવવા માટે વન નેશન વન ઈલેક્શન લાભદાયી બની શકે છે. અમૂલની સમગ્ર ટીમ આ વિચારધારાનું સમર્થન કરે છે અને બેઠકમાં તેના વિવિધ પાસાઓ પર ચર્ચા કરવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યું હતું. રાજ્ય સરકારે સંપૂર્ણ સમર્થનની તૈયારી દર્શાવી: હર્ષ સંઘવી આ અંગે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વન નેશન-વન ઇલેક્શન મુદ્દે રાજ્ય સરકારનો સ્પષ્ટ અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે લોકપ્રિય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને JPCની કમિટી ગુજરાત આવી હતી અને રાજ્ય સરકારે આ પ્રસ્તાવને સંપૂર્ણ સમર્થન આપવાની તૈયારી દર્શાવી હતી. ‘2026માં સ્થાનિક સ્વરાજની ચૂંટણી એક જ દિવસે સફળતાપૂર્વક યોજાઈ’ હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, વન નેશન-વન ઇલેક્શન દેશ અને રાજ્ય બંનેના હિતમાં છે. ઉદાહરણ આપતાં જણાવ્યું કે 2026માં સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન મનપા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી એક જ દિવસે સફળતાપૂર્વક યોજાઈ હતી, જેના કારણે ઓછા સમયમાં સરળ આયોજન શક્ય બન્યું હતું. એક દેશ, એક ચૂંટણી શું છે? ભારતમાં લોકસભા અને રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ અલગ-અલગ સમયે યોજાય છે. એક દેશ, એક ચૂંટણીનો મતલબ લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓની એક સાથે ચૂંટણી. તેનો અર્થ એ છે કે લોકસભા અને રાજ્ય વિધાનસભાના સભ્યોને ચૂંટવા માટે મતદારો એક જ દિવસે, એક જ સમયે તેમના મત આપશે. આઝાદી પછી, 1952, 1957, 1962 અને 1967 માં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજાઈ હતી, પરંતુ 1968 અને 1969માં, ઘણી વિધાનસભાઓ સમય પહેલા વિસર્જન કરવામાં આવી હતી. તે પછી ડિસેમ્બર 1970માં લોકસભા પણ ભંગ કરી દેવામાં આવી હતી. જેના કારણે એક દેશ, એક ચૂંટણીની પરંપરા તૂટી ગઈ. 'વન નેશન-વન ઈલેક્શન' પર વિચાર કરવા માટે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં 2 સપ્ટેમ્બર, 2023ના રોજ એક પેનલની રચના કરવામાં આવી હતી. આ પેનલે હિતધારકો-નિષ્ણાતો સાથે ચર્ચા કર્યા બાદ અને 191 દિવસના સંશોધન બાદ 14 માર્ચે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. કોવિંદ પેનલનાં 5 સૂચન સમગ્ર પ્રક્રિયા સફળતાપૂર્વ થશે તો 2029માં લોકસભા અને તમામ વિધાનસભાની ચૂંટણી સાથે થઈ શકે અગાઉ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં રચાયેલી સમિતિએ ’વન નેશન, વન ઇલેક્શન’ મુદ્દે 18,626 પાનાનો વિશાળ અહેવાલ તૈયાર કરીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને સોંપ્યો હતો. તેના આધારે બંધારણમાં નવી કલમ 82-એ ઉમેરવા માટેનું વિધેયક રજૂ કરવામાં આવ્યું છે. જો સમગ્ર પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થશે અને બંધારણીય સુધારો અમલમાં આવશે, તો વર્ષ 2029થી લોકસભા અને દેશની તમામ વિધાનસભાઓની ચૂંટણી એકસાથે યોજવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાઈ શકે છે. 16 મે, 2026ના રોજ કર્ણાટકમાં શું કર્યું? વન નેશન વન ઇલેક્શનને લઈ 16 મેના રોજ જીપીસીના સભ્યો કર્ણાટક પહોંચ્યા હતા. જ્યાં કોંગ્રેસ અને ભાજપ-JDSના ગઠબંધને એક સાથે ચૂંટણી કરવાના પ્રસ્તાવિત બંધારણીય સંશોધન અંગે વિચારણા કરી હતી. જો કે આ દરમિયાન શાસક અને વિપક્ષે વિપરિત વલણ અપાવ્યું હતું. કર્ણાટક ભાજપ અને જેડીએસએ એક સાથે ચૂંટણી કરવાની વાતનું સમર્થન કર્યું હતું. બીજી તરફ કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી અને કર્ણાટક કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ડીકે શિવકુમારે કહ્યું કે, આ સંઘીય વ્યવસ્થાને નબળી પાડવાના ઉદ્દેશથી લેવામાં આવેલું રાજનીતિ પ્રેરિત પગલું છે. ગયા વર્ષે JPCએ મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડની મુલાકાત કરી હતી કમિટિએ ગયા વર્ષે 17-18 મે, 2025ના રોજ મહારાષ્ટ્રની મુલાકાત કરી હતી. ત્યાંના મુખ્યમંત્રી, રાજકીય પક્ષો, અધિકારીઓ, બેંક, જાહેર ક્ષેત્રના એકમો તેમજ રેગ્યુલેટરી સંસ્થાઓ સાથે વાતચીત કરી હતી. કમિટિનો હેતુ એ સમજવાનો હતો કે ચૂટંણી કરાવવામાં તંત્રીની કામગીરી તેમજ ખર્ચ પર શું અસર પડી શકે છે. ઉત્તરાખંડમાં શું કર્યું? કમિટિએ ગયા વર્ષે 19-21 મે 2025 વચ્ચે ઉત્તરખંડની મુલાકાત કરી હતી. મુખ્યમંત્રી પુષ્કર ધામી, અધિકારીઓ તેમજ વિવિધ સંગઠનો સાથે ચર્ચા કરી હતી. - મુખ્યમંત્રી પુષ્કર ધામી ધામીએ કહ્યું હતું કે વારંવાર ચૂંટણી થવાથી છેલ્લા 3 વર્ષમાં અંદાજે 175 દિવસ આચાર સંહિતા રહી હતી, જેના કારણે સરકારી કામ પ્રભાવિત થયું હતું. - ધામીએ દાવો કર્યો હતો કે જો લોકસભા અને વિધાનસભાની ચૂંટણી સાથે થાય તો 30-35% સુધીનો ખર્ચ બચી શકે છે. - તેમણે એ પણ કહ્યું હતું કે પહાડી વિસ્તાર ધરાવતા રાજ્યમાં વારંવાર ચૂંટણી કરાવવા મુશ્કેલ હોય છે. કેમ કે ચારધામ યાત્રા, વરસાદ અને કઠીન ભૌગોલિક પરિસ્થિતઓના કારણે ચૂંટણી પ્રક્રિયા પ્રભાવિત થાય છે. JPCનો રિપોર્ટ ક્યારે સબમિટ કરાશે? JPCએ 2026ના ચોમાસુ સત્રના છેલ્લા સપ્તાહના પહેલા દિવસ સુધીમાં રિપોર્ટ સબમિટ કરવાનો છે. JPCની રિપોર્ટ પછી સંસંદમાં આગળ ચર્ચા અને વોટિંગ થશે. એક રાષ્ટ્ર-એક ચૂંટણી: અત્યાર સુધી શું શું થયું? 2 સપ્ટેમ્બર 2023: ભારત સરકારે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી 14 માર્ચ, 2024: રામનાથ કોવિંદ સમિતિએ 18,626 પેજનો વિગતવાર અહેવાલ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સોંપ્યો 18 સપ્ટેમ્બર, 2024: પીએમ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે રામનાથ કોવિંદ સમિતિની ભલામણોને સત્તાવાર મંજૂરી આપી 17 ડિસેમ્બર, 2024: કેન્દ્રીય કાયદામંત્રી અર્જુન મેઘવાલે લોકસભામાં સુધારો સૂચવતુ બિલ રજૂ કર્યું 20 ડિસેમ્બર, 2024: બિલમાં સુધારા માટે બીજેપી સાંસદ પી.પી.ચૌધરીની અધ્યક્ષતામાં 39 સભ્યોની જેપીસીની રચના કરાઈ 17-18 મે, 2025: JPCએ મહારાષ્ટ્ર રાજ્યની મુલાકાત લઈ સીએમ,તમાત પક્ષના નેતા તેમજ અધિકારીઓ સાથે મુલાકાત કરી 19-21 મે 2025: JPCએ ઉત્તરખાંડના સીએમ પુષ્કર ધામી તેમજ અન્ય નેતાઓ સાથે વાતચીત કરી સૂચના માગ્યા 16 મે, 2026: JPCના સભ્યો કર્ણાટક પહોંચ્યા, શાસક-વિપક્ષના નેતાઓને મળી તેમની રજૂઆત સાંભળી
Read Original Article →