પત્નીએ જ પતિના નશાના કાળા કારોબારનો ભાંડો ફોડ્યો:માણસામાં 6 લાખનો હાઇબ્રિડ ગાંજાનો મુદ્દામાલ જપ્ત, દંપતી વચ્ચે ઉગ્ર ઝઘડો થયો ને પત્નીએ પોલીસ બોલાવી

Gujarat6/9/2026, 2:21:49 PM
પત્નીએ જ પતિના નશાના કાળા કારોબારનો ભાંડો ફોડ્યો:માણસામાં 6 લાખનો હાઇબ્રિડ ગાંજાનો મુદ્દામાલ જપ્ત, દંપતી વચ્ચે ઉગ્ર ઝઘડો થયો ને પત્નીએ પોલીસ બોલાવી
માણસાના રાણીયાપરા ગામે નશાના કાળા કારોબારમાં સંડોવાયેલા પતિ સામે પત્નીએ જ બળવો પોકારી પોલીસને જાણ કરતાં ચકચાર મચી જવા પામી છે. દંપતી વચ્ચે થયેલા ઉગ્ર ઝગડા બાદ વિફરેલી પત્નીએ 112 નંબર પર ફોન કરી પોલીસને ઘરે બોલાવતા પતિ ફરાર થઈ ગયો હતો. બાદમાં પોલીસે ઘરમાં સર્ચ કરતા રૂ.6.86 લાખની કિંમતનો 196 ગ્રામ હાઇબ્રિડ ગાંજાનો જથ્થો મળી આવતા વોન્ટેડ આરોપી વિરુધ કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ પીડિત મહિલાની મદદે રાણીયાપરા ગામે પહોંચી માણસા તાલુકાના રાણીયાપરા ગામે દંપતી વચ્ચે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા વિફરેલી પત્નીના લીધે પતિના નશાના કારોબારનો પર્દાફાશ થયો છે. વાત જાણે એમ છેકે, માણસા પોલીસને 112 મારફતે વર્ધી મળતા એક ટીમ પીડિત મહિલાની મદદ અર્થે તાત્કાલિક રાણીયાપરા ગામે દોડી ગઈ હતી. આરોપીએ ઘરમાં જ હાઇબ્રિડ ગાંજાનો સ્ટોક કર્યો જ્યાં માલૂમ પડ્યું હતું કે પીડિત મહિલા રાણીયાપરા ગામમાં રહેતા મનોજ ધનજીભાઈ રાઠોડ સાથે લીવ ઇન રિલેશન શીપમાં છેલ્લા દોઢેક મહિનાથી રહેતી હતી. મનોજે પોતાના ઘરે જ હાઇબ્રિડ ગાંજાનો સ્ટોક કરી રાખ્યો હતો. આ ગેરકાયદેસર પ્રવૃત્તિના લીધે પતિપત્ની વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. ઘરની તપાસકરતા 196 ગ્રામ ગાંજાનો જથ્થો મળ્યો જેના કારણે વિફરેલી પત્નીએ 112માં ફોન કરીને પોલીસને જાણ કરી હતી. જેના પગલે પોલીસે ઘરની તપાસ કરતા એક રૂમમાં મીણિયાની બેગમાં છુપાવેલો 196 ગ્રામ શંકાસ્પદ ગાંજાનો જથ્થો મળી આવી હતો. જેનું એફએસએલ દ્વારા પરીક્ષણ કરવામાં આવતા હાઇબ્રિડ ગાંજો હોવાનું પુરવાર થયું હતું. દંપતી વચ્ચે ઝઘડો થતા મહિલાએ પોલીસને બોલાવી આ અંગે માણસા પોલીસ મથકના પીઆઇ જે.બી. ખાંભલાએ કહ્યું કે, મનોજ રાઠોડ મૂળ રાજસ્થાનનો હોવાનું સામે આવ્યું છે. જેનો પરિવાર સેકટર 2 માં રહે છે. જ્યારે પીડિત મહિલા સાબરકાંઠાની છે. બંને છેલ્લા દોઢેક મહિનાથી ઉક્ત સ્થળે સાથે લીવઇનમાં રહેતા હતા. તેમની વચ્ચે ઝગડો થયોને મહિલાએ પોલીસને બોલાવી હતી. અને ટીમ ધ્વારા ઘરમાં તપાસ કરતા ગાંજો, ડિજિટલ વજન કાંટો, મોબાઇલ સહિત રૂ.6.92 લાખનો મુદ્દામાલ મળી આવ્યો છે.
Read Original Article →