TCS પાસે લક્ઝુરિયસ કારમાં ચાલતા આઇપીએલ સટ્ટા બેટિંગનો પર્દાફાશ:મહેસાણાનો બુકી 5.30 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયો, GT અને RRની મેચ પર જુગાર રમાડતો હોવાનું ખૂલ્યું

Gujarat4/5/2026, 11:39:37 AM
TCS પાસે લક્ઝુરિયસ કારમાં ચાલતા આઇપીએલ સટ્ટા બેટિંગનો પર્દાફાશ:મહેસાણાનો બુકી 5.30 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયો, GT અને RRની મેચ પર જુગાર રમાડતો હોવાનું ખૂલ્યું
ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે પૂર્વ બાતમીના આધારે ઇન્ફોસિટી સર્કલ નજીક TCS રોડ પરથી એક લકઝુરીયસ કારમાં બેસીને IPL ક્રિકેટ મેચનો ઓનલાઈન સટ્ટો રમી રમાડતા વિજાપુરના બુકી ચિરેન જયંતીભાઈ પટેલને રોકડ રકમ, મોબાઈલ અને કાર મળીને રૂ.5.30 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઇ સટ્ટા બેટિંગનો પર્દાફાશ કર્યો છે. ઇન્ફોસિટી સર્કલ નજીક કારમાં બેસી ક્રિકેટ સટ્ટા બેટિંગ કરતો શખસ ઝડપાયો ગાંધીનગરના ઇન્ફોસીટી સર્કલ પાસે શનિવારની મોડી રાત્રે એલસીબી પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ઓનલાઇન ક્રિકેટ સટ્ટાના મોટા કારોબારનો પર્દાફાશ કર્યો છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ ડી.બી. વાળાની ટીમ રાયસણ સહિતના વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે, ઇન્ફોસિટી સર્કલ નજીક ટાટા કન્સલટન્સી કંપની પાસેના રોડ પર લક્ઝુરિયસ કારમાં બેસી એક શખ્સ મોટાપાયે ઓનલાઇન ક્રિકેટ સટ્ટા બેટિંગ કરી રહ્યો છે. GT અને RRની મેચ પર જુગાર રમતો અને રમાડતો હોવાનું ખૂલ્યું જે બાતમીના આધારે પોલીસ ટીમે દરોડા પાડતા જ બ્લુ કલરની મારૂતિ સુઝુકી ફ્રોનક્ષ ગાડીમાં બેઠેલો બુકી ચિરેન જયંતીભાઈ પટેલ (રહે. રાજેશ્વરી સોસાયટી, મણિપુરા રોડ, વિજાપુર) ફફડી ઉઠ્યો હતો. જેણે પોલીસ કાર્યવાહીથી બચવા હવાતીયા પણ માર્યા હતા.બાદમાં પોલીસે તપાસ કરતા તે મોબાઈલમાં ENGLISH777 નામની વેબસાઇટ પર ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચ પર હારજીતનો જુગાર રમતો અને રમાડતો હોવાનું ખૂલ્યું હતું. જેના આઇડી પર લાખોના વ્યવહારો પણ બતાવતા હતા. પોલીસે કુલ 5.30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો જેના પગલે પોલીસે ઘટનાસ્થળેથી વિજાપુરના બુકી ચિરેન પટેલ પાસેથી મોબાઈલ ફોન, 15,000 રૂપિયાની રોકડ તેમજ કાર મળીને કુલ રૂ.5.30 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ક્રિકેટ સટ્ટાની દુનિયામાં વિજાપુરના ચિરેન જયંતીભાઈ પટેલનું નામ ખાસુ પ્રચલિત છે. જે મોટા બુકીઓ સાથે સીધો સંપર્કમાં હોવાનું કહેવાઈ રહ્યું છે. જેના ઓનલાઈન સટ્ટા બેટિંગના આઇડી પાસવર્ડની ઊંડાણપૂર્વક તપાસ કરાય તો સારા ઘરના નબીરા - બિલ્ડરો ના નામ પણ ખુલવાની સંભાવના છે.
Read Original Article →