સાંતેજના દંતાલીમાં દારૂના કટીંગ સમયે જ LCB ત્રાટકી:ટ્રક સહિતના વાહનોમાંથી દારૂની 8 હજાર બોટલ મળી આવી, 64 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

Gujarat5/22/2026, 8:53:52 AM
સાંતેજના દંતાલીમાં દારૂના કટીંગ સમયે જ LCB ત્રાટકી:ટ્રક સહિતના વાહનોમાંથી દારૂની 8 હજાર બોટલ મળી આવી, 64 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાંચ-2ની ટીમે સાંતેજ વિસ્તારમાં દંતાલી ગામ નજીક એક મોટા દારૂના કટીંગ રેકેટનો પર્દાફાશ કર્યો છે. ઝાડી-ઝાંખરા વચ્ચે ધમધમી રહેલા દારૂ કટીંગની પ્રવૃતિ દરમિયાન જ એલસીબીએ ત્રાટકીને આઈસર ટ્રક સહિત કુલ 4 વાહનો અને તેમાં ભરેલી વિદેશી દારૂની કુલ 8,328 બોટલ મળીને કુલ રૂ.64.70 લાખનો મુદ્દામાલ જપ્ત કરી સ્થાનિક પોલીસની ઊંઘ ઉડાડી દીધી છે. આરોપીઓ અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યા ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના નવ નિયુક્ત પીઆઇ કે. જે. રાઠોડની આગેવાનીમાં ટીમે ત્રસાંતેજ વિસ્તારમાં દંતાલી ગામ નજીક ત્રાટકીને વિદેશી દારૂ કટીંગના મસમોટા નેટવર્કનો પર્દાફાશ કરી સપાટો બોલાવી દીધો છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ સાંતેજ પોલીસ મથકની હદ વિસ્તારમાં દારૂ જુગારની પ્રવૃતિઓ પર અંકુશ મેળવવા પેટ્રોલિંગ કરી રહી હતી. એ દરમિયાન પીઆઇ રાઠોડને બાતમી મળી હતી કે,દંતાલી ગામની સીમમાં કેટલાક ઈસમો આઈસર ટ્રકમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઉતારી અન્ય ખાનગી વાહનોમાં ભરી રહ્યા છે. આ માહિતી મળતા જ પીઆઈ રાઠોડે તાત્કાલિક પોતાની ટીમને સાથે રાખીને દરોડો પાડ્યો હતો.જોકે પોલીસની ગાડીઓ દૂરથી જોઈને બૂટલેગરો વાહનો મુકીને અંધારાનો લાભ લઈ ઝાડી ઝાંખરામાં થઈ નાસી છૂટ્યા હતા. 64 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો બાદમાં પોલીસે ઘટનાસ્થળે તપાસ કરતા આઈસર ટ્રક અને અન્ય ત્રણ વાહનોમાંથી 541 પેટી ભરીને ભારતીય બનાવટના વિદેશી દારૂની અધધ માત્રામાં કુલ 8324 બોટલોનો જથ્થો મળી આવ્યો હતો.જેની કિંમત અંદાજે 43,70,400 રૂપિયા થાય છે. જેના પગલે દારૂની હેરાફેરીમાં વપરાયેલ આઈસર ટ્રક, મહિન્દ્રા બોલેરો પીકઅપ, છોટા હાથી અને અલ્ટો કાર મળીને કુલ 4 વાહનો મળીને કુલ રૂ.64.70 લાખનો મુદ્દામાલ એલસીબીએ જપ્ત કરી સાંતેજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવી વધુ તપાસ હથ ધરી છે.
Read Original Article →