તાલુકા વિકાસ અધિકારીઓની બદલીના આદેશ:ખંભાતના તાલુકા વિકાસ અધિકારી ડાંગમાં મૂકાયા, સાબરકાંઠામાં ફરજ બજાવતા વીણાબેન ખંભાતના તાલુકા વિકાસ અધિકારી

Gujarat5/21/2026, 12:40:37 PM
તાલુકા વિકાસ અધિકારીઓની બદલીના આદેશ:ખંભાતના તાલુકા વિકાસ અધિકારી ડાંગમાં મૂકાયા, સાબરકાંઠામાં ફરજ બજાવતા વીણાબેન ખંભાતના તાલુકા વિકાસ અધિકારી
રાજ્ય સરકારના પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા વહીવટી વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા માટે તાલુકા વિકાસ અધિકારી કક્ષાના અધિકારીઓની બદલીના આદેશ જાહેર કરવામાં આવ્યા છે. 21 મે, 2026ના રોજ જાહેર થયેલા આદેશ મુજબ બે અધિકારીઓની બદલી કરવામાં આવી છે. ખંભાતના તાલુકા વિકાસ અધિકારીની ડાંગમાં બદલી આદેશ અનુસાર, હાલમાં આણંદ જિલ્લાના ખંભાત ખાતે તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા જુડીથ તેજસ પટેલની બદલી કરીને તેમને ચીટનીશ કમ તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત કચેરી ડાંગ ખાતે નિયુક્ત કરવામાં આવ્યા છે. ખંભાતના તાલુકા વિકાસ અધિકારી બન્યા વીણાબેન વીણાબેન આલ, હાલ ચીટનીશ કમ તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત કચેરી, સાબરકાંઠામાં ફરજ બજાવતા હતા. તેમની બદલી કરીને હવે તાલુકા વિકાસ અધિકારી, ખંભાત, જિલ્લા આણંદ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. સરકારી આદેશમાં જણાવાયું છે કે, સંબંધિત બદલાયેલા અધિકારીઓએ પોતાના નિયંત્રણ અધિકારીનો કાર્યમુક્ત હુકમ મેળવી નવી જગ્યાએ તાત્કાલિક હાજર થવાનું રહેશે. વહીવટી કામગીરીમાં સુગમતા અને સ્થાનિક સ્તરે વિકાસ કાર્યોને ગતિ આપવા આ ફેરબદલ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકારના પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગના સચિવાલય દ્વારા આ આદેશ અમલમાં મૂકવામાં આવ્યો છે.
Read Original Article →