જુગારના રંગમાં ભંગ પડયો:કલોલના તેરસાપરાની સીમમાં તીનપત્તી રમતા પાંચ ઝડપાયા, 83 હજારની મત્તા જપ્ત
કલોલ તાલુકા પોલીસે બાતમીના આધારે તેરસાપરા ગામની સીમમાં દરોડો પાડી જુગાર રમતા પાંચને ઝડપ્યા હતા. 49 હજારથી વધુની રોકડ, ત્રણ મોબાઈલ, વાહન મળીને કુલ રૂ.84 હજાર 350નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગત મુજબ કલોલ તાલુકા પોલીસ ઈન્સ્પેક્ટર જે.જે.ગઢવીની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે, તેરસાપરાની સીમમાં ખોડિયાર માતાના મંદિર પાસે ખરાબામાં કેટલાક શખ્સો એકઠા થઈને હારજીતનો તીનપત્તીનો જુગાર રમી રહ્યા છે. સીમમાં કોર્ડન કરીને પોલીસે દરોડા પાડ્યો
આ બાતમીના પગલે પોલીસે ખરાબાની જગ્યાને ચારે દિશાથી કોર્ડન કરીને દરોડો પાડતા જુગારીઓ પત્તા રમતા પકડાઈ ગયા હતા. જેમને જે તે સ્થિતિમાં બેસી રહેવાની સૂચના આપી પોલીસે પૂછતાછ કરતા તેમણે પોતાના નામ મગનજી ઠાકોર, મહેશજી ઠાકોર, ભરતજી ઉર્ફે ટીનો ઠાકોર, મેલાજી ઠાકોર અને પ્રવિણજી ઠાકોર હોવાનું જણાવ્યું હતું. બાદમાં પોલીસે જુગારીઓની ધરપકડ કરી કુલ 49,350 રોકડા , 15 હજારની કિંમતના ત્રણ મોબાઈલ તેમજ 20 હજારનું એક્ટિવા મળીને કુલ રૂ.84,350 નો મુદ્દામાલ જપ્ત કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીનગર જિલ્લામાં પ્રોહિબિશન અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા માટે જિલ્લા પોલીસ વડા દ્વારા આપવામાં આવેલી કડક સૂચનાઓના પગલે કલોલ તાલુકા પોલીસે કાર્યવાહી કરી હતી.
Read Original Article →