ઘરફોડ ચોરી કરનાર 20 વર્ષનો રીઢો આરોપી ઝડપાયો:લૂંટ ચોરીના 14 ગુનામાં સંડોવાયેલો હોવાનું ખુલ્યું, કલોલ પોલીસે જેલભેગો કર્યો

Gujarat4/12/2026, 8:53:32 AM
ઘરફોડ ચોરી કરનાર 20 વર્ષનો રીઢો આરોપી ઝડપાયો:લૂંટ ચોરીના 14 ગુનામાં સંડોવાયેલો હોવાનું ખુલ્યું, કલોલ પોલીસે જેલભેગો કર્યો
કલોલ શહેરમાં મિલકત સંબંધી ગુનાઓને ડામવા માટે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત પોલીસને મોટી સફળતા મળી છે. કલોલ શહેર પોલીસે ઘરફોડ ચોરીના બનાવનો ગણતરીના કલાકોમાં પર્દાફાશ કરી માત્ર 20 વર્ષની નાની ઉંમરે 14થી વધુ ગુનાખોરીનો ઈતિહાસ ધરાવતા રીઢા ચોરને મુદ્દામાલ સાથે ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ફિલ્ડિંગ ગોઠવીને હથીયારસિંગને દબોચી લીધો ગાંધીનગર જિલ્લામાં વણઉકેલાયા ગુનાઓ શોધવા માટે ચાલી રહેલી સઘન ઝુંબેશ અંતગર્ત કલોલ શહેર પોલીસ મથકના પીઆઇ એચ.એન.પટેલ ની ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી. આ દરમિયાન બાતમી માહિતી મળી હતી કે રામનગર વિસ્તારનો એક રીઢો ગુનેગાર શંકાસ્પદ હાલતમાં ફરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે તુરંત જ ફિલ્ડિંગ ગોઠવીને હથીયારસિંગ ઉર્ફે નુરી સતનામસિંગ લુહારી નામના શખ્સને દબોચી લીધો હતો. 32 હજારની રોકડ મળી આવી જેની તલાશી દરમિયાન તેની પાસેથી રૂ. 31,500ની રોકડ રકમ મળી આવી હતી, જે તાજેતરમાં નોંધાયેલી ચોરીના ગુના સાથે સંકળાયેલી હોવાનું તપાસમાં સ્પષ્ટ થયું છે. પકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. 20 વર્ષની ઉંમરે 14 ગુનાઓ નોંધાયેલા છે માત્ર 20 વર્ષની ઉંમરે આ શખ્સ વિરુદ્ધ કલોલ શહેર અને તાલુકા સહિત માણસા, પેથાપુર, નંદાસણ અને લાંઘણજ જેવા વિવિધ મથકોમાં લૂંટ અને ઘરફોડ ચોરીના 14 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. ગુનાખોરીની દુનિયામાં સક્રિય આ રીઢા તસ્કરની ધરપકડથી પાટનગર આસપાસના વિસ્તારોમાં ઘરફોડ ચોરીના બનાવોમાં ઘટાડો થવાની આશા છે. હાલમાં જપ્ત કરાયેલ રોકડ સાથે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
Read Original Article →