કલોલના યુવકની IPL મેચ પર સટ્ટો રમાડતા ધરપકડ:કડીના બૂકી પાસેથી 20 હજારમાં આઈડી ખરીદી હતી, 11 હજારનો મુદ્દામાલ જપ્ત

Gujarat4/13/2026, 8:23:30 AM
કલોલના યુવકની IPL મેચ પર સટ્ટો રમાડતા ધરપકડ:કડીના બૂકી પાસેથી 20 હજારમાં આઈડી ખરીદી હતી, 11 હજારનો મુદ્દામાલ જપ્ત
IPL મેચ પર ગાંધીનગરના કલોલ શહેરમાં ઓનલાઈન સટ્ટો રમાડતા એક શખ્સને ગાંધીનગર LCBની ટીમે રહેમત રેસિડન્સીના પાર્કિંગમાંથી ઝડપી લીધો હતો. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે પાડવામાં આવેલા આ દરોડામાં આઈફોન અને રોકડ રકમ સહિત 11,200નો મુદ્દામાલ જપ્ત કરી વોન્ટેડ આરોપીને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે. LSG અને GTની મેચ પર સટ્ટો રમાડતો હતો ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના PI દિવાનસિંહવાળાની ટીમ કલોલ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. ત્યારે બાતમી મળી હતી કે અલ્ફાઝ કુરેશી નામનો શખ્સ પોતાના મોબાઈલમાં લખનઉ સુપર જાયન્ટસ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચેની ટી-20 મેચ પર સટ્ટો રમાડી રહ્યો હતો. આરોપી અલ્ફાઝ કુરેશીની ધરપકડ જેના પગલે પોલીસે રહેમત રેસિડન્સી ખાતે દરોડો પાડી આરોપી અલ્ફાઝને આઈફોન-8 પ્લસ સાથે રંગેહાથ પકડ્યો હતો. જેની તપાસ દરમિયાન તેના મોબાઈલમાં એક વેબસાઈટ ઓપન હતી. જેના પર તે આઈડી પાસવર્ડ દ્વારા ક્રિકેટ સટ્ટો રમી રમાડતો હોવાનું ખુલ્યું હતું. આઈડી આપનાર કડીનો શખ્સ વોન્ટેડ જેની કડકાઈથી પૂછતાછમાં જાણવા મળ્યું હતું કે તેણે આ સટ્ટાનું આઈડી કડીના મલ્હારપુરામાં રહેતા અલ્ફાઝ પઠાણ ઉર્ફે બંટી પાસેથી 20 હજાર રૂપિયામાં ખરીદ્યું હતું. પોલીસે 10 હજારની કિંમતનો મોબાઈલ અને 1,200 રૂપિયાની રોકડ મળી કુલ 11,200નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ મામલે પોલીસે અલ્ફાઝ કુરેશીની ધરપકડ કરી આઈડી આપનાર કડીના શખ્સને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી.
Read Original Article →