મોજશોખ અને કોલેજમાં સ્ટેટસ બતાવવા MAનો વિદ્યાર્થી ચોર બન્યો:કલોલના 23 વર્ષીય યુવાને એક પછી એક 11 એક્ટિવાની ચોરી કરી

Gujarat6/10/2026, 12:44:45 PM
મોજશોખ અને કોલેજમાં સ્ટેટસ બતાવવા MAનો વિદ્યાર્થી ચોર બન્યો:કલોલના 23 વર્ષીય યુવાને એક પછી એક 11 એક્ટિવાની ચોરી કરી
કોલેજમાં મિત્રોની વચ્ચે પોતાનો વટ પાડવાની ઘેલછા અને આર્થિક મુશ્કેલીઓની વચ્ચે એક યુવાને ગુનાખોરીનો માર્ગ અપનાવ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. કલોલ તાલુકા પોલીસની ટીમે પૂર્વ બાતમીના આધારે વડાવસ્વામી વડ પાસેથી 23 વર્ષીય યુવાનને ઝડપી લઈ વાહન ચોરીના 11 ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. ઉલ્લેખનીય છે કે, કોલેજમાં સ્ટેટ્સ બતાવવાના ચક્કરમાં MAનો વિદ્યાર્થી અઠંગ ચોર બન્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. યુવાનને એક્ટિવા સાથે ઝડપી પાડ્યો કલોલ તાલુકા પોલીસ મથકના પીઆઇ જે.જે. ગઢવીની ટીમ વડાવસ્વામી વડ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન પૂર્વ બાતમીના આધારે શંકાસ્પદ હાલતમાં એક યુવાનને એક્ટિવા સાથે ઝડપી લઇ ઘનિષ્ઠ પૂછતાછ શરૂ કરાઈ હતી. ત્યારે 23 વર્ષીય આરોપી અશ્વિનગીરી ગોસ્વામીએ જે ખુલાસા કર્યા તે જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. અન્ય વિદ્યાર્થીઓના મોજશોખ જોઈ યુવાન ચોરીના રવાડે ચડ્યો પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી મૂળ મહેસાણાના વિજાપુરનો વતની છે અને હાલ કલોલના વડાવસ્વામી ગામમાં રહે છે. પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાથી તે પોતે વાહન ખરીદી શકે તેમ નહોતો. પરંતુ કોલેજમાં અન્ય વિદ્યાર્થીઓ જેવી રીતે પોતાની ગાડીઓ લઈને આવતા હતા તેવી જ રીતે પોતે પણ વાહન લઈને જવાની ઈચ્છા રાખતો હતો. બે ત્રણ દિવસ એક્ટિવાનો ઉપયોગ કરી ગમે ત્યાં મૂકી દેતો જોકે તેને ગિયરવાળા વાહનો ચલાવતા આવડતું ન હોવાથી તેણે માત્ર એક્ટિવાને જ પોતાના નિશાન બનાવવાનું નક્કી કર્યું હતું. તે મોજશોખ ખાતર એક્ટિવા ચોરી લેતો અને બે ત્રણ દિવસ તેનો ઉપયોગ કર્યા બાદ જ્યારે તેમાં પેટ્રોલ પૂરું થઈ જાય ત્યારે તેને ગમે તે જગ્યાએ બિનવારસી હાલતમાં મૂકી દેતો હતો. આરોપી મોનાર્ક કોલેજમાં MAનો અભ્યાસ કરે છે આ રીતે દેખાદેખી અને રોલો પાડવાના ચક્કરમાં તે એક પછી એક એમ કુલ 11 એક્ટિવા ચોરી ચૂક્યો હતો. કલોલ તાલુકા પોલીસના પીઆઈ જે.જે. ગઢવીએ કહ્યું કે, અશ્વિનગીરી ગોસ્વામી દહેગામની મોનાર્ક કોલેજમાં MAનો અભ્યાસ કરે છે. અન્ય વિધાર્થીઓ વાહન લઈને આવતા હોવાથી સ્ટેટ્સ બતાવવાના ચકકર અશ્વિન ચોરીના રવાડે ચડી જઈ 11 ગુનાને અંજામ આપી ચૂક્યો છે. પોલીસે 1.58 લાખની કિંમતના 9 એક્ટિવા કબ્જે કર્યા હાલ તેની પાસેથી 1.58 લાખની કિંમતના 9 એક્ટિવા કબ્જે કર્યા છે. આરોપીએ ગાંધીનગરના સેક્ટર-21, અડાલજ, કલોલ શહેર, મહેસાણા અને અમદાવાદના નિકોલ વિસ્તારમાંથી વાહનોની ચોરી કરી હતી. અગાઉ પણ આરોપી સામે વસઈ પોલીસ સ્ટેશનમાં મારામારી અને જી.પી. એક્ટ હેઠળ ગુના નોંધાયેલા છે.
Read Original Article →