ટિકિટની ખેંચતાણને છતાં ભાજપ એકજૂટ હોવાનો પ્રદેશ પ્રમુખનો દાવો:જગદીશ વિશ્વકર્માએ કહ્યું, 30 વર્ષથી ગુજરાતની જનતાએ ભાજપ પર અડગ વિશ્વાસ મૂક્યો
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપમાં ટિકિટ વહેંચણી મુદ્દે ગરમાવો જોવા મળી રહ્યો છે. અનેક બેઠકો પર ટિકિટ માટે દાવેદારો વચ્ચે ખેંચતાણ ચાલતી હોવા છતાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પાર્ટીની સ્થિતિ મજબૂત હોવાનું જણાવ્યું હતું. ‘પાર્ટી તમામ બેઠકો પર તૈયારી સાથે મેદાનમાં ઉતરી છે’
મીડિયા સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે, આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે અને હાલ ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. પાર્ટી તમામ બેઠકો પર તૈયારી સાથે મેદાનમાં ઉતરી રહી છે. જગદીશ વિશ્વકર્માએ વધુમાં જણાવ્યું કે, છેલ્લા 30 વર્ષથી ગુજરાતની જનતાએ ભાજપ પર અડગ વિશ્વાસ મૂક્યો છે, જેના કારણે રાજ્ય અને દેશમાં સર્વાંગી વિકાસ થયો છે. વિકાસના મુદ્દા પર લોકો ફરી ભાજપને સમર્થન આપશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો. ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોનો ધસારો
ટિકિટ માટે ચાલી રહેલી આંતરિક સ્પર્ધા છતાં પાર્ટી એકજૂટ છે અને ચૂંટણીમાં સારો પ્રદર્શન કરશે તેવી ખાતરી વ્યક્ત કરવામાં આવી છે. આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોનો ધસારો વધવાની શક્યતા વચ્ચે રાજકીય ચહલપહલ વધુ તેજ બની છે.
Read Original Article →