કાર્યક્રમ:વલાદમાં વલાદ વિકાસ ફાઉન્ડેશન મેડિકલ સેન્ટરનું લોકાર્પણ કરાયું

Gujarat5/20/2026, 12:00:00 AM
કાર્યક્રમ:વલાદમાં વલાદ વિકાસ ફાઉન્ડેશન મેડિકલ સેન્ટરનું લોકાર્પણ કરાયું
જિલ્લાના વલાદ ગામ ખાતે વલાદ વિકાસ ફાઉન્ડેશન મેડિકલ સેન્ટર નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. “સર્વજન હિતાય, સર્વજન સેવાર્થ”ના સૂત્ર સાથે શરૂ કરાયેલ આ મેડિકલ સેન્ટર દ્વારા ગામ અને આસપાસના વિસ્તારોના લોકોને આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થશે. કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોર મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે મોહબતજી ઠાકોર, રણજીતજી જાદવ અને સરપંચ હોથાજી ઠાકોર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. વલાદ વિકાસ ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ હેમેન્દ્રભાઈ શાહ, નિલયભાઈ શાહ, રોનકભાઈ પટેલ, સુનિલભાઈ શાહ સહિતના કાર્યકરોએ કાર્યક્રમને સફળ બનાવવા યોગદાન આપ્યું હતું. અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારોમાં ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ પહોંચાડવી સમયની જરૂરિયાત છે અને આ મેડિકલ સેન્ટર ગામ તથા આસપાસના લોકો માટે લાભદાયી સાબિત થશે.
Read Original Article →