IAS અધિકારીઓને વધારાની જવાબદારી:સ્તુતિ ચારણને રોજગાર અને તાલીમ નિયામક પદનો વધારાનો ચાર્જ, અક્ષય બુડાનિયાને વડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના CEOની વધારાની જવાબદારી
રાજ્ય સરકાર દ્વારા વહીવટી સ્તરે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા જાહેર કરાયેલા આદેશ અનુસાર ત્રણ IAS અધિકારીઓને વધારાની જવાબદારીઓ સોંપવામાં આવી છે. સ્તુતિ ચારણને રોજગાર અને તાલીમ નિયામક પદનો વધારાનો ચાર્જ સોંપાયો
આદેશ મુજબ, ગાંધીનગર સ્થિત વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશનની મુખ્ય કાર્યકારી અધિકારી સ્તુતિ ચારણને રોજગાર અને તાલીમ નિયામક પદનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. નીતિન વી. સાંગવાનની બદલી બાદ આ વ્યવસ્થા અમલમાં રહેશે. અક્ષય બુડાનિયાને વડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના CEOની વધારાની જવાબદારી
તે જ રીતે, વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અક્ષય બુડાનિયાને વડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના CEO પદની વધારાની જવાબદારી સોંપાઈ છે. બી.ડી. દવેરાની બદલી બાદ તેઓ આ પદનો ચાર્જ સંભાળશે. વી.આઈ.પટેલને ગુજરાત અર્બન લાઈવલીહૂડ મિશનના મિશન ડિરેક્ટરનો વધારાનો ચાર્જ
આ ઉપરાંત, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના એડિશનલ કમિશનર અને એક્સ-ઓફિશિયો CEO વી.આઈ. પટેલને ગુજરાત અર્બન લાઈવલીહૂડ મિશનના મિશન ડિરેક્ટર તરીકે વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે. સંગીતા રૈયાણીની બદલી બાદ તેઓ આ કામગીરી સંભાળશે. વહીવટી વ્યવસ્થાને વધુ કાર્યક્ષમ બનાવવા નિર્ણય
રાજ્ય સરકારના આ નિર્ણયને વહીવટી તંત્રમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. સતત બદલાતી વહીવટી વ્યવસ્થાને વધુ કાર્યક્ષમ બનાવવા માટે સરકાર દ્વારા આવા વધારાના ચાર્જ સોંપવાના આદેશો બહાર પાડવામાં આવી રહ્યા છે.
Read Original Article →