શિક્ષકોના પગાર માટે રાજ્ય સરકારે ગ્રાન્ટ ફાળવી:34 જિલ્લા માટે ₹1,428.90 કરોડ મંજૂર; મેનો પગાર અને મોંઘવારી ભથ્થું ચૂકવાશે
રાજ્ય સરકારે પ્રાથમિક શિક્ષણ વિભાગ હેઠળ કાર્યરત શિક્ષકો અને બિન શૈક્ષણિક કર્મચારીઓના મે, 2026ના પગાર તથા મોંઘવારી ભથ્થાની ચુકવણી માટે જિલ્લાવાર કુલ ₹1,428.90 કરોડની ગ્રાન્ટ ફાળવી છે. આ ગ્રાન્ટ જિલ્લા પંચાયતો અને સંબંધિત કચેરીઓ મારફતે ચૂકવવામાં આવશે. સૌથી વધુ ગ્રાન્ટ બનાસકાંઠાને મળી છે, જ્યારે ગાંધીનગર શહેરને અલગથી ફાળવણી કરાઈ છે. સરકારના આ નિર્ણયથી રાજ્યભરના હજારો શિક્ષકો અને બિન શૈક્ષણિક કર્મચારીઓને સમયસર પગાર અને ભથ્થાની ચુકવણીમાં રાહત મળશે. સાથે જ આ ગ્રાન્ટનો ઉપયોગ માત્ર પગાર અને મોંઘવારી ભથ્થા માટે જ કરવાનો રહેશે અને તેનો હિસાબ ઓડિટ હેઠળ રહેશે.
Read Original Article →