PSI ભરતી પરીક્ષા પેપર-1ની ફાઈલન આન્સર કી જાહેર:ઉમેદવારો હવે ઓનલાઈન માર્ક્સ જોઈ શકશે, 3 જૂન સુધી રિચેકિંગ માટે તક

Gujarat5/19/2026, 4:23:45 PM
PSI ભરતી પરીક્ષા પેપર-1ની ફાઈલન આન્સર કી જાહેર:ઉમેદવારો હવે ઓનલાઈન માર્ક્સ જોઈ શકશે, 3 જૂન સુધી રિચેકિંગ માટે તક
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા PSI ભરતી પ્રક્રિયા અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. બોર્ડ દ્વારા લેવાયેલી પી.એસ.આઈ. કેડરની લેખિત પરીક્ષા પેપર-1 (MCQ) ની ફાઈનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે. સાથે જ ઉમેદવારોના ગુણ પણ ઓનલાઈન મુકવામાં આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત મુજબ ઉમેદવારો હવે પોતાના લેખિત પરીક્ષાના ગુણ સત્તાવાર વેબસાઈટ પર જઈને જોઈ શકશે. પરીક્ષાના ગુણ તથા જરૂરી સૂચનાઓ બોર્ડની વેબસાઈટ https://gprb.gujarat.gov.in પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. 3 જૂન સુધી રિચેકિંગ માટે તક બોર્ડ દ્વારા જણાવાયું છે કે, જે ઉમેદવારોને પોતાના OMR શીટના રિચેકિંગ અંગે કોઈ રજૂઆત કરવી હોય તેઓ 3 જૂન, 2026 સુધીમાં અરજી કરી શકશે. નિર્ધારિત સમયમર્યાદા બાદ આવતી અરજીઓ માન્ય ગણાશે નહીં. ઉલ્લેખનીય છે કે PSI ભરતી પ્રક્રિયાને લઈને રાજ્યભરના હજારો ઉમેદવારોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી હતી. હવે ગુણ જાહેર થતાં આગામી તબક્કાની પ્રક્રિયા તરફ ઉમેદવારોની નજર રહેશે.
Read Original Article →