વીજ માંગમાં 3500 મેગાવોટનો ઘટાડો, રાજ્યને દૈનિક 60 કરોડનું નુકસાન:એક મહિનાની અંદર જ 600 કરોડ ધોવાયા, ખાડી દેશોના યુદ્ધથી ઉદ્યોગો પર મંદી

Gujarat4/8/2026, 7:30:22 AM
વીજ માંગમાં 3500 મેગાવોટનો ઘટાડો, રાજ્યને દૈનિક 60 કરોડનું નુકસાન:એક મહિનાની અંદર જ 600 કરોડ ધોવાયા, ખાડી દેશોના યુદ્ધથી ઉદ્યોગો પર મંદી
ખાડી દેશોમાં ચાલી રહેલા વૈશ્વિક યુદ્ધના પ્રભાવ હવે ગુજરાતમાં પણ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. ખાસ કરીને ઔદ્યોગિક ક્ષેત્રમાં મંદીનું માહોલ સર્જાતા રાજ્યમાં વીજળીની માંગમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. છેલ્લા એક મહિનામાં અંદાજે 3500 મેગાવોટ જેટલી વીજ માંગ ઘટી હોવાનું સામે આવ્યું છે. એક મહિનાની અંદર જ 600 કરોડનું નુકસાન ઉદ્યોગોની ગતિ ધીમી પડતા વીજ વપરાશમાં ઘટાડો થયો છે, જેના કારણે વીજ વિતરણ કંપનીઓના વેચાણ પર સીધી અસર પડી છે. આ પરિસ્થિતિને કારણે રાજ્યને દૈનિક આશરે 60 કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. એક મહિનાની અંદર આ નુકસાનનો આંકડો અંદાજે 600 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે. ઉત્પાદન ધીમું પડતાં વીજળીની માંગમાં સતત ઘટાડો ખાડી દેશોમાં ચાલી રહેલા યુદ્ધના કારણે વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા વધી છે, જેના સીધા અસરરૂપે નિકાસ આધારિત ઉદ્યોગો પર અસર પડી છે. ઓર્ડરોમાં ઘટાડો અને ઉત્પાદન ધીમું પડતાં વીજળીની માંગમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. પાવર ગ્રીડ પર ભારણ ઘટતાં નવી ચિંતા ઊભી વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર, પાવર ગ્રીડ પર ભારણ ઘટવું સામાન્ય રીતે સકારાત્મક માનવામાં આવે છે, પરંતુ હાલની પરિસ્થિતિમાં તે આર્થિક મંદીનું સૂચક છે. ઉદ્યોગોની ગતિ ફરી સામાન્ય બનશે ત્યારે જ વીજ માંગમાં વધારો જોવા મળશે. આ પરિસ્થિતિ રાજ્યના આર્થિક સ્વાસ્થ્ય માટે ચિંતાજનક માનવામાં આવી રહી છે, કારણ કે વીજળીની માંગ ઉદ્યોગોની સ્થિતિનો મહત્વનો સૂચક છે. જો આવું જ ચાલુ રહ્યું, તો આગામી સમયમાં વધુ આર્થિક પડકારો ઊભા થઈ શકે છે.
Read Original Article →