આજથી ગુજરાતમાં વસતી ગણતરીનો પ્રારંભ:આ ચાર સવાલ પહેલીવાર પૂછાશે; 31 મે સુધી લોકો 'સેલ્ફ ગણતરી' કરી શકશે, જાણો તેની પ્રોસેસ

Gujarat5/17/2026, 3:30:16 AM
આજથી ગુજરાતમાં વસતી ગણતરીનો પ્રારંભ:આ ચાર સવાલ પહેલીવાર પૂછાશે; 31 મે સુધી લોકો 'સેલ્ફ ગણતરી' કરી શકશે, જાણો તેની પ્રોસેસ
રાજ્યમાં આજથી (17 મેને રવિવાર) વસતી ગણતરીની શરૂઆત થઈ છે. લોકો 31 મે સુધી સેલ્ફ એન્યુમેરેશન (જાતે માહિતી અપલોડ કરવી) કારી શકશે. બે તબક્કામાં થનારી વસતી ગણતરી માટે પ્રથમ તબક્કામાં 1 જૂનથી 30 જૂન દરમિયાન તમામ ઘરની ગણતરી કરાશે. ઘરના મુખ્ય વ્યકિતને વસતી ગણતરી કરવા આવનાર કર્મચારી દ્વારા 33 સવાલ પૂછવામાં આવશે. જ્યારે બીજા તબક્કાની વસતી ગણતરી 9 ફેબ્રુઆરી 2027થી 28 ફેબ્રુઆરી, 2027 સુધી થશે. ગુજરાતમાં કૂલ 1.10 લાખ કર્મચારીઓ વસતી ગણતરીની કામગીરીમાં જોડાશે. શિક્ષકો અને પ્રોફેસરો દ્વારા વસતી ગણતરીની કામગીરીમાંથી મુક્ત રાખવાની માગ કરવામાં આવી રહી છે. ત્યારે વસતી ગણતરી નિયામકે કહ્યું હતું કે, આ બાબતે સરકાર અંતિમ નિર્ણય કરશે. આજતી સેલ્ફ એન્યુમેરેશન કાર્ય, 1 જૂનથી ઘરોની ગણતરી રાજ્યમાં 15 વર્ષ બાદ યોજાઈ રહેલી વસતી ગણતરીના પ્રથમ તબક્કાનો 1 જૂનથી પ્રારંભ થશે. 1 જૂનથી 30 જૂન દરમિયાન તમામ ઘરોની ગણતરી કરાશે. કર્મચારીઓ દ્વારા 33 સવાલોના જવાબ મેળવાશે. લોકો જાતે પણ 17 મેથી 31 મે દરિયાન ઓનલાઈન પોતાની માહિતી અપલોડ કરી શકશે. 1.10 લાખ કર્મચારીઓ વસતી ગણતરીની કામગીરીમાં જોડાશે રાજ્યના તમામ જિલ્લા, મહાનગરપાલિકા, નગરપાલિકા તેમજ ગામડાઓમાં વસતી ગણતરી યોજાશે. આ વસતી ગણતરીમાં 1,10,598 હાઉસલિસ્ટિંગ બ્લોક્સ (HLBs), 1,09,038 ગણતરીદારો તેમજ 18,254 સુપરવાઇઝરનો સમાવેશ થાય છે. આ અભિયાનને સફળ બનાવવા માટે ગણતરીદારો, સુપરવાઇઝર અને અન્ય વસતી ગણના અધિકારીઓને ત્રણ તબક્કામાં તાલીમ આપવામાં આવી રહી છે. આ ચાર સવાલ પ્રથમવાર પૂછાશે વસતી ગણતરીની કામગીરી દરમિયાન ઘરના મુખ્ય વ્યકિતને કર્મચારી દ્વારા અલગ અલગ 33 સવાલો પૂછવામાં આવશે. જેમાં ચાર બાબત એવી છે કે, આ વસતી ગણતરીમાં પ્રથમવાર સમાવેશ કરવામાં આવ્યો છે. તમે ઈન્ટરનેટ, સ્માર્ટ ફોન, બોટલ્ડ વોટલ વાપરો છો?, તમે કયુ ધાન્ય વધારે ખાવ છો? તેની પ્રથમવાર માહિતી મેળવાશે. મૂંઝવણ દૂર કરવા માટે ટોલ ફ્રી નંબર જાહેર કરાયો વસતી ગણતરી કામગીરીને લઈ લોકોને કોઈ બાબતે મૂંઝવણ હોય તો તેઓ ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા ટોલ-ફ્રી નંબર 1855 અથવા વેબસાઇટ www.censusindia.gov.in પર સંપર્ક કરી શકશે. શિક્ષકો અને પ્રોફેસરોને વસતી ગણતરીની કામગીરીમાંથી બાકાત રાખવાની માગ રાજ્યમાં આગામી જૂન માસથી શરૂ થનારી વસતી ગણતરીની પ્રક્રિયાને લઈને શિક્ષક અને પ્રાધ્યાપક સંગઠનોમાં ચિંતા વ્યાપી છે. શાળાઓ અને કોલેજોમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત દરમિયાન જ મોટા પ્રમાણમાં શિક્ષકો અને અધ્યાપકોને વસતી ગણતરીની કામગીરીમાં જોડવામાં આવશે તો તેની સીધી અસર શિક્ષણકાર્ય પર પડશે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ મુદ્દે વિવિધ શૈક્ષિક સંગઠનોએ સરકાર અને ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆતો શરૂ કરી છે. વસતી ગણતરી નિયામક સુજલ માયાત્રાએ આ મુદ્દે જણાવ્યું હતું કે શિક્ષકોને કામગીરીમાં જોડવાનો વિષય રાજ્ય સરકારના અધિકારક્ષેત્રનો છે અને અંતિમ નિર્ણય રાજ્ય સરકાર કરશે.
Read Original Article →