ગુજરાત પોલીસના 4 અધિકારીઓને ઇન-સીટુ ઉચ્ચ પગાર ધોરણનો લાભ:DySPથી પોલીસ અધિકારી વર્ગ-1ના ઉચ્ચ ગ્રેડમાં અપગ્રેડ, રાજ્ય ગૃહ વિભાગનો આદેશ

Gujarat6/4/2026, 12:33:33 PM
ગુજરાત પોલીસના 4 અધિકારીઓને ઇન-સીટુ ઉચ્ચ પગાર ધોરણનો લાભ:DySPથી પોલીસ અધિકારી વર્ગ-1ના ઉચ્ચ ગ્રેડમાં અપગ્રેડ, રાજ્ય ગૃહ વિભાગનો આદેશ
ગુજરાત સરકારના ગૃહ વિભાગે રાજ્ય પોલીસ સેવાના ચાર અધિકારીઓને ઇન-સીટુ ધોરણે ઉચ્ચ કક્ષાના પગારધોરણનો લાભ આપવાનો મહત્વનો આદેશ જાહેર કર્યો છે. 4 જૂન, 2026ના રોજ બહાર પાડવામાં આવેલા આદેશ મુજબ હાલ પોલીસ અધિકારી (હથિયારી/બિનહથિયારી) વર્ગ-1ના પે મેટ્રિક્સ લેવલ-10માં ફરજ બજાવતા ચાર અધિકારીઓને તેમની હાલની ફરજો યથાવત રાખીને પોલીસ અધિકારી વર્ગ-1 સંવર્ગના ઉચ્ચ ગ્રેડ પે મેટ્રિક્સ લેવલ-11માં અપગ્રેડ કરવામાં આવ્યા છે. ગૃહ વિભાગના આદેશ અનુસાર અધિકારીઓને ઇન-સીટુ પદ્ધતિથી બઢતી સમાન ચઢતી ગ્રેડનો લાભ આપવામાં આવ્યો છે. આથી અધિકારીઓના પગારધોરણમાં વધારો થશે, જોકે તેમની હાલની પોસ્ટિંગ અને જવાબદારીઓમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ અધિકારીઓને લાભ મળ્યો આદેશમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, અધિકારીઓને નિયમિત પોલીસ અધિકારી વર્ગ-1ની ઉચ્ચ કક્ષાની જગ્યાના પે-સ્કેલનો લાભ આપવામાં આવશે અને ત્યારબાદ નિયમો અનુસાર તેમના પગારમાં ઇન્ક્રિમેન્ટની ગણતરી પણ કરવામાં આવશે. સરકારના આ નિર્ણયને રાજ્ય પોલીસ સેવાના અધિકારીઓ માટે પ્રોત્સાહક પગલું માનવામાં આવી રહ્યું છે, કારણ કે લાંબા સમયથી સેવા બજાવતા અધિકારીઓને તેમની વરિષ્ઠતા અને સેવાકાળના આધારે આર્થિક લાભ પ્રાપ્ત થશે.
Read Original Article →