NEET EXAMના કારણે PSI સહિતની ભરતી પરીક્ષાઓ મુલતવી:21 જૂને યોજાવાની હતી પરીક્ષા, નવી તારીખ હવે જાહેર કરાશે
રાજ્યમાં આગામી 21 જૂન, 2026ના રોજ યોજાનારી પોલીસ ભરતી બોર્ડ હેઠળની કેટલીક મહત્વપૂર્ણ લેખિત પરીક્ષાઓ મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા જાહેર કરાયેલી સૂચના મુજબ, એ જ દિવસે NEET પરીક્ષા યોજાનાર હોવાથી પરીક્ષાર્થીઓને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવાયો છે. મુલતવી રાખવામાં આવેલી પરીક્ષાઓ આ તમામ પરીક્ષાઓ મૂળ તા. 21 જૂન, 2026 (રવિવાર) ના રોજ યોજાવાની હતી. જોકે તે જ દિવસે NEET પરીક્ષા યોજાતી હોવાથી પરીક્ષા કેન્દ્રો, વ્યવસ્થા અને ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખીને ભરતી બોર્ડે પરીક્ષાઓ મુલતવી રાખી છે. જરાત પોલીસ ભરતી બોર્ડે જણાવ્યું છે કે, પરીક્ષાની નવી તારીખો નક્કી થયા બાદ અલગથી જાહેર કરવામાં આવશે. ઉમેદવારોને સત્તાવાર જાહેરાતો પર નજર રાખવા સૂચના આપવામાં આવી છે. નિર્ણયથી હજારો ઉમેદવારોને તૈયારી માટે વધારાનો સમય મળશે, જોકે નવી તારીખોની રાહ હવે ઉમેદવારો માટે મહત્વની બની રહેશે.
Read Original Article →