ગુજરાત પોલીસનું ‘ઓપરેશન ડેલ્ટા હન્ટ’ સફળ:એક જ રાતમાં 362 બાંગ્લાદેશી ઘૂસણખોર ઝડપાયા, 700થી વધુની પૂછપરછ ચાલુ

Gujarat6/3/2026, 11:57:32 AM
ગુજરાત પોલીસનું ‘ઓપરેશન ડેલ્ટા હન્ટ’ સફળ:એક જ રાતમાં 362 બાંગ્લાદેશી ઘૂસણખોર ઝડપાયા, 700થી વધુની પૂછપરછ ચાલુ
ગુજરાતમાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરીને વસવાટ કરતા પરદેશી નાગરિકો સામે રાજ્ય સરકારે અત્યાર સુધીની સૌથી મોટી અને અભૂતપૂર્વ કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત પોલીસ દ્વારા શરૂ કરાયેલા વિશેષ અભિયાન ‘ઓપરેશન ડેલ્ટા હન્ટ’ (Operation Delta Hunt) હેઠળ ટેક્નિકલ સર્વેલન્સ અને સાયબર એનાલિસિસના આધારે એક જ રાતમાં સમગ્ર રાજ્યમાંથી 362 ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોને દબોચી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય 700થી વધુ શંકાસ્પદ લોકોની સઘન પૂછપરછ હજુ પણ ચાલી રહી છે, જેના કારણે આગામી સમયમાં પકડાયેલા લોકોનો આંકડો મોટો થવાની પૂરેપૂરી શક્યતા છે. સાયબર સેલ અને ક્રાઇમ બ્રાન્ચનું મેગા સર્ચ ઓપરેશન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદમાં આ ઓપરેશનની વિગતો આપતા જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસનું સાયબર એક્સલન્સ સેન્ટર, ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી (SOG) સહિતની ગુપ્તચર એજન્સીઓ છેલ્લા ઘણા દિવસોથી શંકાસ્પદ મોબાઇલ નંબરો અને ડેટા લોગ્સનું બારીકાઈથી વિશ્લેષણ કરી રહી હતી. તપાસના ભાગરૂપે રાજ્યભરમાં આશરે 6200થી વધુ શંકાસ્પદ મોબાઇલ નંબરો અને વ્યક્તિઓની ઊંડાણપૂર્વક ચકાસણી (વેરિફિકેશન) કરવામાં આવી હતી, જેના આધારે આ ઓપરેશનને અંજામ અપાયો છે. 6 હજારથી વધુ ભારતીય નંબરોથી બાંગ્લાદેશ કનેક્શન મળ્યું રાજ્યના પોલીસ વડા (DGP) ના જણાવ્યા અનુસાર, તપાસ દરમિયાન 6,000થી વધુ એવા ભારતીય મોબાઇલ નંબરો શોધી કઢાયા હતા, જેના માધ્યમથી સરહદ પાર બાંગ્લાદેશમાં સતત કોમ્યુનિકેશન (વાતચીત) થતું હોવાનું રેકોર્ડ પર આવ્યું હતું. આ ચોંકાવનારી કડી મળતા જ રાજ્યના અલગ-અલગ શહેરો અને જિલ્લાના પોલીસ યુનિટોને તાત્કાલિક ચોક્કસ લોકેશન સાથેના ઇનપુટ્સ આપવામાં આવ્યા હતા અને મધરાત્રે જ દરોડાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. બસ-રેલવે સ્ટેશનો પર નાકાબંધી અને દસ્તાવેજોની શંકાસ્પદ હેરાફેરી શહેરો અને ઔદ્યોગિક વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવાની સાથે-સાથે બસ સ્ટેશનો, રેલવે સ્ટેશનો અને મુખ્ય હાઇવે પર પણ લોખંડી નાકાબંધી ગોઠવી દેવામાં આવી હતી. આ નાકાબંધી દરમિયાન મુસાફરી કરી ભાગી છૂટવાનો પ્રયાસ કરતા 18 શંકાસ્પદ લોકો ઝડપાયા હતા. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, ઝડપાયેલા કેટલાક ઘૂસણખોરો ભારત-બાંગ્લાદેશ સરહદ નજીકના રાજ્યોમાંથી ભારતીય નાગરિકત્વના દસ્તાવેજો જેવા કે સ્થાનિક આઈડી અને અન્ય કાગળો ખોટી રીતે બનાવવામાં સફળ રહ્યા હતા. હાલ પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓ આ નેટવર્કની ખરાઈ કરી રહી છે. આ વિસ્તારોમાં મળ્યા સૌથી વધુ કેસ: પોલીસના સત્તાવાર આંકડા મુજબ ગેરકાયદેસર વસવાટ કરતા આ શ્રમિકો સૌથી વધુ ઔદ્યોગિક અને મજૂરીકામ સાથે સંકળાયેલા વિસ્તારોમાંથી મળ્યા છે: આશરો કે નોકરી આપનારાઓ સામે પણ થશે કડક ગુનો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મકાનમાલિકો અને ફેક્ટરી માલિકોને કડક ચેતવણી આપતા સ્પષ્ટ કર્યું છે કે, “માત્ર ગેરકાયદેસર રહેતા લોકો જ નહીં, પરંતુ આવા તત્વોને યોગ્ય દસ્તાવેજોની ચકાસણી (પોલીસ વેરિફિકેશન) કર્યા વિના પોતાના ઘર ભાડે આપનાર, કારખાના કે દુકાનોમાં નોકરી આપનાર અથવા કોઈ પણ પ્રકારે આશરો આપનાર સ્થાનિક વ્યક્તિઓ સામે પણ કાયદેસરનો ગુનો નોંધી સખત કાર્યવાહી કરવામાં આવશે.” “ગુજરાતના ખૂણેખૂણેથી શોધીને ડિપોર્ટ કરીશું” સરકારે જણાવ્યું છે કે ઝડપાયેલા તમામ લોકોની આંતરરાષ્ટ્રીય લિંક્સ અને સુરક્ષા સંબંધી પાસાઓની તપાસ માટે કેન્દ્ર સરકાર અને સંબંધિત વિદેશી એજન્સીઓને સત્તાવાર જાણ કરી દેવામાં આવી છે. તમામ કાયદાકીય પ્રક્રિયાઓ અને દેશી-વિદેશી કાનૂની માર્ગદર્શિકા પૂર્ણ થયા બાદ આ તમામ નાગરિકોને તેમના વતન (બાંગ્લાદેશ) પરત મોકલવાની (Deport) કાર્યવાહી હાથ ધરાશે. ગૃહમંત્રીએ મક્કમતાથી ઉમેર્યું કે, ગુજરાતની આંતરિક સુરક્ષા સામે કોઈ બાંધછોડ નહીં થાય અને રાજ્યના ખૂણેખૂણેથી આવા ગેરકાયદેસર તત્વોને શોધીને બહાર કાઢવામાં આવશે.છે.
Read Original Article →