ગુજરાત સરકારનો મોટો નિર્ણય:ઔદ્યોગિક એકમો માટે LPG પુરવઠાના નિયમોમાં ફેરફાર, ઉદ્યોગોને મળશે મોટી રાહત

Gujarat4/9/2026, 12:40:38 PM
ગુજરાત સરકારનો મોટો નિર્ણય:ઔદ્યોગિક એકમો માટે LPG પુરવઠાના નિયમોમાં ફેરફાર, ઉદ્યોગોને મળશે મોટી રાહત
રાજ્યના ઔદ્યોગિક વિકાસને વેગ આપવા અને ઉત્પાદન પ્રક્રિયાને વધુ સુચારુ બનાવવા માટે ગુજરાત સરકારે બલ્ક બિન-ઘરેલું LPG ગેસના પુરવઠા નિયમોમાં મહત્વપૂર્ણ સુધારો જાહેર કર્યો છે. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના આ નિર્ણયથી ફાર્મા, સિરામિક અને સ્ટીલ જેવા અનેક ક્ષેત્રોને સીધો ફાયદો થશે. નવા નિયમો મુજબ પુરવઠાની મર્યાદા નવી માર્ગદર્શિકા અનુસાર, વિવિધ ઔદ્યોગિક એકમોને માર્ચ 2026 પહેલાંના તેમના કુલ વપરાશના 70% સુધી LPG પૂરો પાડવામાં આવશે. રાજ્ય સરકારે સમગ્ર ઉદ્યોગો માટે કુલ પુરવઠાની મર્યાદા 0.2 TMT પ્રતિદિવસ નક્કી કરી છે. આ સુધારાનો લાભ મુખ્યત્વે નીચેના ઉદ્યોગોને મળશે: રજીસ્ટ્રેશન અને પ્રાથમિકતાના ધોરણો સરકારે સ્પષ્ટ કર્યું છે કે જે ઉત્પાદન પ્રક્રિયામાં LPGનો ઉપયોગ અનિવાર્ય હોય અને કુદરતી ગેસ (Natural Gas) તેનો યોગ્ય વિકલ્પ ન બની શકતો હોય, તેવા એકમોને પુરવઠામાં પ્રાથમિકતા આપવામાં આવશે. ફરજિયાત નોંધણી: આ સુવિધાનો લાભ લેવા માટે તમામ એકમોએ જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMC) પાસે રજીસ્ટ્રેશન કરાવવું પડશે. PNG કનેક્શન: એકમોએ CGD કંપનીઓ પાસે PNG કનેક્શન માટે અરજી કરવી જરૂરી રહેશે. જોકે, જ્યાં LPG ઉત્પાદન પ્રક્રિયાનો અભિન્ન ભાગ છે, તેવા એકમોને આ શરતમાંથી મુક્તિ આપવામાં આવી છે. શ્રમિકો માટે વિશેષ સુવિધા ઔદ્યોગિક શ્રમિકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે 5 કિલોના કુલ 98,883 LPG સિલિન્ડર ઉપલબ્ધ કરાવ્યા છે, જે દેશભરમાં કોઈપણ રાજ્ય દ્વારા આપવામાં આવેલા સૌથી વધુ સિલિન્ડર છે. સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ઉદ્યોગોને ગેસ પુરવઠામાં સ્થિરતા મળશે, જેના પરિણામે રાજ્યના ઔદ્યોગિક ઉત્પાદનમાં વૃદ્ધિ અને આર્થિક મજબૂતી આવશે એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.
Read Original Article →